Gujarat Weather: ગુજરાતમાં ઠંડીના વધુ એક રાઉન્ડની શરૂઆત થઈ છે. આગામી સમયને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. જે મુજબ આગામી બે ત્રણ દિવસ બાદ વાદળછાયું વાતાવરણ રહેશે, ત્રણ દિવસ બાદ 2-3 ડિગ્રી તાપમાન વધી શકે છે. આવતીકાલથી સૌરાષ્ટ્રમાં પવનના સુસવાટાને કારણે ઠંડીમાં વધારો થશે, પવનના કારણે સૌરાષ્ટ્રમાં દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ થશે. આવતીકાલે પણ ઠંડીમાં ઠુંઠવાશે. આજે અમદાવાદમાં 10.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 7.8 ડિગ્રી તાપમાન, નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું.


રાજ્યમાં ક્યારથી ઘટશે ઠંડી


ગુજરાતમાં ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઇ ગયો છે અને 9 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 9 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. 5.4  ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર રહ્યું. 3 દિવસમાં જ નલિયામાં લઘુતમ તાપમાનમાં 6.2 ડિગ્રીનો ઘટાડો થયો છે. હવામાન વિભાગ મુજબ 24 કલાકમાં લઘુતમ તાપમાન 3 ડિગ્રી સુધી ઘટશે. જેના કારણે ઠંડીમાં હજુ વધારો થશે.અમદાવાદ, ભાવનગર, નલિયામાં 2 દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે..ગાંધીનગર, નર્મદા, છોટાઉદેપુર, ભુજમાં પણ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે. 3 દિવસમાં ગાંધીનગરમાં 7થી 8 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાય તેવી સંભાવના છે..અમદાવાદમાં આગામી 3 દિવસ 7થી 9 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાઈ શકે છે.  હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં 25  જાન્યુઆરી સુધી 10 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે અને ત્યારબાદ ઠંડીમાં સાધારણ ઘટાડો થઇ શકે છે.


સુરતમાં ગુમ થયેલી યુવતીને શોધવા ગયેલી પોલીસને રૂમમાં બંધ કરી દીધા


સુરતના પાંડેસરામાં ગુમ થયેલી યુવતીને શોધવા ગયેલી પોલીસ જ બંધક બની ગઈ હોવાની ચર્ચા છે. યુવતી સાથે રહેતા યુવકના પિતાએ PSI, બે કોન્સ્ટેબલને પોણો કલાક પૂરી રાખ્યા હોવાની ચર્ચા છે. સુરતના બમરોલી રોડથી ગુમ થયેલી 27 વર્ષીય યુવતીની શોધખોળ કરવા પોલીસ ગઈ હતી. પાંડેસરા સૂર્યા નગરમાં એક યુવાન સાથે રહેતી હોવાની શંકા સાથે પોલીસ તપાસ કરવા ગઇ હતી. પાંડેસરા પોલીસ મથકના સબ ઇન્સપેક્ટર અને બે કોન્સ્ટેબલ પર યુવાનના પિતા અને બે સાગરિતોએ હુમલો કરી પોણો કલાક સુધી બહારથી તાળું મારી રૂમમાં બંધ કરી દીધા હતા. ભારે ડ્રામા બાદ પોલીસ મથકમાંથી આવેલી પોલીસ અને ટોળાંએ આ કર્મચારીઓને મુક્ત કરાવી ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી.


ભારતીય ક્રિકેટરો સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદરે ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી અને બાબા મહાકાલની ભસ્મ આરતી કરી હતી.  ભગવાન મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતીના દર્શન કર્યા બાદ ત્રણેયએ મહાકાલનો જળ અભિષેક કર્યો હતો. ત્યાં હાજર પંડિતોએ હર હર મહાદેવના નારા પણ લગાવ્યા હતા. ત્રણેય ખેલાડીઓએ ગર્ભગૃહમાં ભગવાન મહાકાલના આશીર્વાદ લેવા માટે ધોતી સોલા પહેર્યા હતા. સૂર્યકુમાર યાદવે કહ્યું, અમે રિષભ પંતના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. તેનું પુનરાગમન અમારા માટે ખૂબ મહત્વનું છે.