અમદાવાદઃ અમદાવાદના વાતાવરણમાં આજે વહેલી સવારે પલટો આવ્યો હતો. શહેરના બાપુનગર, નિકોલ, નરોડ સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. ગાંધીનગરના કલોલમાં કમોસમી કમોસમી વસારદ શરૂ થતાં ધરતીપુત્રો ચિંતામાં મુકાઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં કેમ થયું માવઠું
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અરરબી સમુદ્રામાં લો પ્રેશ સર્જાતા તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. જેના કારણે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી શકી શકે છે.
આજે અને આવતીકાલે ક્યાં છે વરસાદની આગાહી
ગુરુવારે દક્ષિણ ગુજરાતના દમણ દાદરા નગર હવેલી, તેમજ ઉત્તર ગુજરાતના મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ દાહોદ મહિસાગર, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં વરસાદની શક્યતા છે. જ્યારે આવતીકાલે દમણ દાદરાનગર હવેલી, આણંદ, પંચમહાલ, દાહોદ, ખેડા, મહિસાગર, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથમાં વરસાદ પડી શકે છે. રાજ્યમાં માવઠાની અસર પૂરી થયા બાદ ઠંડીનું પ્રમાણ વધશે.
Ahmedabad Corona Cases: રાજ્યનું આ મોટું શહેર ફરી બનશે કોરોનાનું હોટસ્પોટ ?
દિવાળી બાદ અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોના ફરી ધીમે-ધીમે માથું ઉંચકી રહ્યો છે. બુધવારે રાજ્યમાં કોરોનાના નવાં ૫૪ કેસ નોંધાયા છે. જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ ૨૮ કેસ નોંધાયા છે. નવાં ૫૪ દર્દીઓ સામે માત્ર ૧૬ દર્દીઓને જ ડિસ્ચાર્જ મળ્યું છે. જેના કારણે એક્ટિવ કેસોની સંખ્યમાં સતત વધારો યથાવત્ છે. અમદાવાદમાં ૨૮, સુરતમાં સાત, વડોદરામાં સાત, કચ્છમાં બે, રાજકોટમાં ત્રણ, વલસાડમાં બે, ભરૃચમાં એક, જામનગરમાં એક, જૂનાગઢમાં એક, નવસારીમાં એક અને તાપીમાં એક કેસ નોંધાયો છે. આ સિવાયના ૨૨ જિલ્લાઓમાં એકપણ કેસ નોંધાયો નથી .