17 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 થી 17 ઓક્ટોબર સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. વરસાદની આગાહીની પગલે ધરતીપુત્રોમાં ચિંતા વ્યાપી ગઈ છે.
રાજ્યમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ આવી શકે છે. ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 15થી 17 ઓક્ટોબર વચ્ચે ફરી એકવાર ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં 16 અને 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી,ભાવનગર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પાછોતરો વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 44.18 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સિઝનનો 135 ટકા કરતા વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે.