Gujarat Weather: ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. સવારે ઠંડીનો માહોલ રહે છે તો વળી, બપોર બાદ ગરમીથી રેબઝેબ થઇ જવાય છે. હવે આ બધાની વચ્ચે અબાલાલ પટેલે મોટી આગાહી કરીને બધાને ચોંકાવી દીધા છે. આગાહી પ્રમાણે, ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં ગુજરતામાં ઠેકઠેકાણે વરસાદ ખાબકશે. 

ગુજરાતના જાણીતા હવામાનકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરતાં ગુજરાતમાં માવઠાની શક્યતા દર્શાવી છે. અંબાલાલ પટેલે ફેબ્રુઆરીના અંતમાં એટલે કે 24 ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆતના દિવસો સુધી કેટલાક વિસ્તારોમાં માવઠુ થવાની આગાહી કરી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચના બીજા સપ્તાહમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. બે વખત વરસાદી વાતાવરણ સર્જાવાની શક્યતા રહેશે જેના પગલે અનેક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે.તેમજ ગુજરાતવાસીઓને આગામી 2 દિવસ ગરમીમાં શેકાવવાનો વારો આવી શકે છે. 24 ફેબ્રુઆરીએ વેસટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીનો અનુભવ થશે. 24થી 28 ફેબ્રુઆરી સુધી અનેક વિસ્તારોમાં માવઠું પડી શકે છે. માર્ચ મહિનાની શરુઆતમાં પણ માવઠું થાય તેવી આગાહી કરવામાં આવી છે. 7 થી 10 માર્ચ દરમિયાન ફરીવાર કમોસમી વરસાદ પડી શકે છે. માર્ચના ત્રીજા અઠવાડિયાથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે.

આ પણ વાંચો

ફરી આવશે હવામાનમાં પલટો, દેશના આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ