Gujarat Data Center Policy :ગુજરાત સરકારે ડિજિટલ અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા માટે 'વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29'ની જાહેરાત કરી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી નીતિનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ સહિત સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. સરકારનું માનવું છે કે, ડિજિટલ યુગમાં ડેટા સૌથી મહત્વપૂર્ણ સંપત્તિ બની રહ્યું છે અને તેના માટે આધુનિક ડેટા સેન્ટરની જરૂરિયાત સતત વધી રહી છે.

Continues below advertisement

Gujarat Data Center Policy:  ગુજરાત સરકારે રાજ્યને દેશના અગ્રણી ડિજિટલ હબ તરીકે વિકસાવવા માટે 'વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29'ની જાહેરાત કરી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી ડેટા સેન્ટર નીતિનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ એમ. કે. દાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Continues below advertisement

આ પણ વાંચો: અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!

રાજ્ય સરકારનું માનવું છે કે ડિજિટલ યુગમાં ડેટા સૌથી મૂલ્યવાન સંપત્તિ બની રહ્યું છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ તથા ડિજિટલ સેવાઓના ઝડપી વિસ્તરણને કારણે આધુનિક ડેટા સેન્ટરની માંગ સતત વધી રહી છે. આ બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા નવી ડેટા સેન્ટર પોલિસી અમલમાં મૂકવામાં આવી છે,  જે રાજ્યમાં મોટા પાયે રોકાણ આકર્ષવા, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા અને રોજગારીની નવી તકો ઊભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું 

વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, 1990ના દાયકામાં ગુજરાતે વિકાસની કેટલીક તકો ગુમાવી હતી અને તે સમયે જરૂરી પગલાં લેવામાં આવ્યા નહોતા. પરંતુ નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે ઉદ્યોગ વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતાં ગુજરાતમાં મોટા પાયે રોકાણ આકર્ષવામાં સફળતા મેળવી હતી.

તેમણે જણાવ્યું કે, હાલમાં સમગ્ર ભારતમાં અંદાજે 200 જેટલા ડેટા સેન્ટર કાર્યરત છે. અમેરિકામાં ડેટા સેન્ટરની કુલ ક્ષમતા લગભગ 30 ગીગાવોટ છે, જ્યારે ભારતમાં હાલ માત્ર 2થી 3 ગીગાવોટ ક્ષમતા ઉપલબ્ધ છે. પાઇપલાઇનમાં રહેલા પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દેશની ક્ષમતા વધુમાં વધુ 8 ગીગાવોટ સુધી પહોંચી શકે છે.

મોઢવાડિયાના જણાવ્યા અનુસાર ગુજરાતને એકલા રાજ્ય તરીકે જ 10 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટર સ્થાપવાના પ્રસ્તાવો મળી ચૂક્યા છે અને આ ક્ષેત્રમાં રાજ્ય ઝડપથી આગળ વધી રહ્યું છે.

મુખ્ય સચિવ એમ. કે. દાસનું સંબોધન મુખ્ય સચિવ એમ. કે. દાસે જણાવ્યું કે, આગામી સમયમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસનું સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્ર બનશે. ગુજરાતે દેશમાં સૌથી પહેલાં ડેટા સેન્ટર પોલિસી અમલમાં મૂકી હતી, જે ભવિષ્યલક્ષી અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપનારી છે. તેમણે જણાવ્યું કે 1 ગીગાવોટના ડેટા સેન્ટર માટે અંદાજે 3.5 કરોડ લીટર પાણી અને લાખો ઘરો જેટલી વીજળીની જરૂર પડે છે. ગુજરાત પાસે રિન્યુએબલ એનર્જીની મજબૂત ઉપલબ્ધતા હોવાથી રાજ્ય આ ક્ષેત્રમાં મોટી તકો ધરાવે છે.

રાજ્ય સરકારે દરેક ક્ષેત્રમાં વિકાસને પ્રોત્સાહન આપતી નીતિઓ ઘડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. સરકારનું લક્ષ્ય ગુજરાતમાં અંદાજે ₹6 લાખ કરોડનું રોકાણ આકર્ષીને 7.5 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટર વિકસાવવાનું છે, જેના કારણે રોજગાર, ડિજિટલ અર્થતંત્ર અને ઔદ્યોગિક વિકાસને નવી દિશા મળશે.