Gujarat Rain Forecast: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીની સાથે જ રાજ્યમાં સારો વરસાદ નોંધાઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર બાદ હવ મેઘરાજા દક્ષિણ ગુજરાતને ઘમરોળી રહ્યાં છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી સાત દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે. 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આવ્યું છે. સુરત, નવસારી, વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે.ઉપરાંત વડોદરા, ભરૂચ,માં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. દાહોદ અને મહિસાગરમાં પણ વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે., ખેડા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ડાંગમાં  પણ ભારે વરસાદની શક્યતાને જોતા આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

મેઘરાજા સુરતને ઘમરોળી રહ્યાં છે. દોઢ દિવસમાં 16 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ખાસ કરીને ભારે વરસાદથી સુરતના બારડોલી વધુ પ્રભાવિત થયું છે. અહીં સુરતના બારડોલીની શિવશક્તિનગર સોસાયટી પાણીમાં ગરકાવ થઇ ગઇ છે.

શિવશક્તિનગરના મકાનોમાં પાણી ઘૂસતા ઘરવખરીને નુકસાન થયું છે. પ્રશાસન સામે સ્થાનિકોમાં  આક્રોશ જોવા મળી રહ્યો છે.  આડેધડ બાંધકામને મંજૂરીથી સ્થિતિ સર્જાયાનો સ્થાનિકોનો આરોપ લગાવી રહયાં છે, સુરતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે નીચાણવાળા તમામ વિસ્તારો જળમગ્ન થઇ ગયા છે.

ફાયર વિભાગે ઘરમાં ફસાયેલા 17 લોકોનું રેસ્ક્યું કર્યું છે. વહેલી સવારથી બારડોલીમાં ધોધમાર વરસાદ વરસતા  મુખ્ય માર્ગો પર  પાણી ભરાયા છે. રવિરાજ શોપિંગ સેન્ટરમાં પણ પાણી  ભરાયા છે. રવિરાજ કોમ્પલેક્સની 30 દુકાનમાં  પાણી ભરાયા છે. દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને નુકસાન થયું છે.

સુરતના પાલ વિસ્તારની સોસાયટી પણ ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઇ ગઇ છે. સુરતના અવધપૂરી સોસાયટી જળમગ્ન બનતા લોકોની મુશ્કેલી વધી છે. અવધપૂરી સોસાયટી વિસ્તારમાં કેડ સમા પાણી ભરાતા. સોસાયટી બેટમાં ફેરવાઇ હોય તેવો ઘાટ સર્જાયો છે. સુરત અને આસપાસના વિસ્તાર સંપર્ક વિહોણા બનતા ફાયરની ચાર જેટલી ટીમોને સ્થિતિને પહોંચી વળવા   તૈનાત કરવામાં આવી છે.