આજે વિશ્વ સહિત ભારત અને ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના મહિલા ધારાસભ્યો માટે મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે. ગુજરાત વિધાનસભામાં મહિલા દિવસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ વિધાનસભામાં મહિલા ધારાસભ્યોની ગ્રાન્ટ વધારવાની જાહેરાત કરી છે. દરેક મહિલા ધારાસભ્યોને હવે 1.25 કરોડની વધુ ગ્રાન્ટ મળશે.
ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસ નિમિતે મહિલા ધારાસભ્યોની ગ્રાન્ટ વધારવાનો મોટો નિર્ણય કર્યો છે. દરેક મહિલા ધારાસભ્યોને 1.25 કરોડની વધુ ગ્રાન્ટ મળશે. મહત્વનું છે કે અત્યાર સુધી દરેક ધારાસભ્યોને દર વર્ષે 1.50 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળતી હતી. એટલે કે દરેક ધારાસભ્યોને પોતાના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન પોતાના વિધાનસભા ક્ષેત્રના વિકાસ માટે 7.50 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળતી હતી. હવે મહિલા ધારાસભ્યોને આ ગ્રાન્ટ ઉપરાંત 1.25 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ મળશે.
PM મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસેઃ જાણો કઈ તારીખે આવશે અને શું છે તેમનો આખો કાર્યક્રમ?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે. 11મી માર્ચે સવારે પીએમ મોદી સવારે 10.30 વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી કોબા પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચશે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પીએમ મોદીનું પાર્ટી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. કમલમ ખાતે પીએમ મોદી અંદાજે દોઢથી બે કલાક રોકાશે.
કમલમથી પીએમ મોદી રાજભવન ખાતે પહોંચશે. બપોર બાદ પીએમ મોદી રાજભવન થી જીએમડીસી સેન્ટર અમદાવાદ ખાતેના સરપંચ સંમેલન ખાતે હાજર રહેશે. સરપંચ સંમેલન બાદ પીએમ મોદી રાજભવન પરત ફરશે જે દરમિયાન રાજભવન ખાતે રાજકીય બેઠકો યોજાશે. 12મીએ સવારે 11 કલાકે પીએમ મોદી રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સીટીના પદવીદાન કાર્યક્રમમાં હાજર રહેશે. રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સીટીના પદવીદાન સમારોહ બાદ પીએમ મોદી રાજભવન પરત ફરશે.
બપોર 1 વાગ્યા થી 6 વાગ્યા સુધી પીએમ મોદી રાજભવન ખાતે રાજકીય મુલાકાત બેઠકો અને મીટીંગ માટેનો સમય રિસર્વ. સાંજે રાજભવન થી પીએમ મોદી અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભ 2022 ને ખુલ્લો મુકશે. ખેલ મહાકુંભના કાર્યક્રમ બાદ પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ થી દિલ્હી પરત ફરશે.