અમદાવાદઃ ગુજરાતી ફિલ્મની જાણીતી એક્ટ્રેસે પોતાના પતિ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ નોંધાવી છે. મળતી જાણકારી અનુસાર, ગુજરાતી ફિલ્મ ‘લવારી’થી ફિલ્મ જગતમાં નામના મેળવનારી ગુજરાતી હિરોઇન લક્ષ્મી ઉર્ફે ઐશ્વર્યા દુસાનએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનો એક્ટર પતિ સંજીત પુરી 25 લાખનું દહેજ માંગી શારીરિક અને માનસિક ત્રાસ આપી ફોટા વાયરલ કરવાની ધમકી આપી રહ્યો છે. તે સિવાય હિરોઇને સાસુ-સસરા પર પણ આક્ષેપો કર્યા હતા.
હિરોઇનની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હિરોઇને પોતાની પાસે રહેલા યોગ્ય પુરાવાઓ પણ પોલીસને સોંપ્યા હતા. પોતાની ફરિયાદમાં ઐશ્વર્યાએ કહ્યું કે, તેણે સંજીત પુરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા પરંતુ તેના સાસુ સસરાએ આ લગ્નને સ્વીકાર્યા નહોતા. તેમણે લગ્નનો સ્વીકાર કરવા માટે 25 લાખ રૂપિયાના દહેજની માંગણી કરી હતી.
લક્ષ્મીએ ફરિયાદમાં કહ્યું કે, તેના પતિએ તેને રખાત તરીકે રહેવા કહ્યુ હતુ અને જો તે તેની વાત નહી માને તો તેના અંગત ફોટો વાયરલ કરવાની પણ ધમકી આપી હતી. અગાઉ તેણે આ મામલે મહિલા પોલીસને અરજી કરી હતી પરંતુ આરોપીઓનો ત્રાસ ઓછો ના થતાં પુરાવા સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ગુજરાતી અભિનેત્રીએ પતિ પર લગાવ્યો દહેજનો આરોપ, કહ્યું- તે મને રખાત તરીકે રાખવા માંગે છે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Feb 2020 02:52 PM (IST)
ગુજરાતી એક્ટ્રેસે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનો એક્ટર પતિ સંજીત પુરી 25 લાખનું દહેજ માંગી શારીરિક અને માનસિક ત્રાસ આપી ફોટા વાયરલ કરવાની ધમકી આપી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -