Gujarati writer Death :ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર મોહમ્મદભાઈ માંકડનું 93 વર્ષની વયે નિધન થયું છે. તેમણે શનિવારે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનું સાહિત્યક્ષેત્રે યોગદાન અસ્મરણીય રહેશે અને શબ્દદેહે તેઓ ચિરંજીવી રહેશે.
ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વમાં શ્રેષ્ઠ યોગદારન આપના લોકપ્રિય વાર્તાકાર, નવલકથાકાર અને કટારલેખક મોહમ્મદભાઈ માંકડ લાંબા સમયથી બીમાર હતા. તેમના અંતિમ આજે સવારે દસ વાગ્યાં કરાયા.
મોહમ્મદ માંકડનું જીવન કવન
કમોહમ્મદ માંકડનો જન્મ 13 ફેબ્રુઆરી 1928ના રોજ બોટાદ જિલ્લાનું પળિયાદમાં થયો હતો. તેઓ ગુજરાતી સાહિત્ય અકાદમીના પહેલા અધ્યક્ષ હતા. તેઓ 1982 થી 1992 ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ પણ હતા. ગુજરાત સાહિત્યમાં તેનું ખેડાણ અદ્રિતિય છે. કવિ, લેખક, નવલકથાકાર, પત્રકારક તરીકે તેમણે આતેમની આગવી ઓળખ ઉભી કરી છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય 1984 થી 1990 સુધી રહ્યા હતા. તેઓ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય પણ હતા.
સાહિત્ય રચના અને સિદ્ધિ
મોહમ્મદ માંકડે કેલિડોસ્કોપ નામની કટારમાં ગુજરાત સમાચારમાં વર્ષો સુધી લખ્યું હતું. તેમમણે કાયર, ધુમ્મસ,, અજાણ્યા બે જણ , ગ્રહણરાત્રિ, મોરપીંછના રંગ, વંચિતા, રાતવાસો, ખેલ, દંતકથા, મંદારવૃક્ષ નીચે, બંધ નગર અને અશ્વ દોડ જેવી નવલકથાઓનું સર્જન કર્યું. ગુજરાતી ઉપરાંત , હિન્દી, સંસ્કૃત, ઉર્દૂ અને કચ્છી ભાષાઓમાં પણ તેમણે નોંધપાત્ર યોગદાન કર્યું છે. જેના માટે સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત કરે છે
ગુજરાતી સાહિત્યમાં અદ્રિતિય યોગદાન બદલ લેખક મોહમ્મદ માંકડને 2018માં સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. 2007માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો. તેમને 1967 અને 1992માં ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. ગુજરાત સરકાર તરફથી તેમને 1969, 1971,1973માં પુરસ્કારો સમાન્તિ કરાયા હતા.