MP Plane Crash:મધ્યપ્રદેશના બાલાઘાટ નજીક કાલ થયેલાં પ્લેન ક્રેશમાં ગાંધીધામના જાણીતા ઉદ્યોગપતિની  પરિવારની આશાસ્પદ પાયલોટ દીકરીનું મૃત્યુ નિપજ્યું છે. દુ:ખદ સમાચાર મળતાં જ  પરિવારમાં  માતમ છવાયો ગયો છે.



મધ્યપ્રદેશના બાલાઘાટના જંગલ વિસ્તાર કિરણાપુરમાં ચાર્ટર્ડ પ્લેન તૂટી પડતાં દુર્ઘટના  સર્જાઇ હતી.તે સમયે પ્લેનમાં ટ્રેઈની પાયલટ તરીકે ગાંધીધામની દીકરી વૃષંકા માહેશ્વરી અને ઈન્સ્ટ્રક્ટર મોહિત કુમાર સવાર હતા,પ્લેનનું છેલ્લું લોકેશન ગઈ કાલે 3:45 મિનિટે કિરણાપુર પાસે જોવા મળ્યું હતું. પ્લેનક ક્રેશ થઇ જતાં ટ્રેની પાયલટ વૃષંકિ માહેશ્વરી સહિત બે લોકોના મોત થયા છે.  પાયલટ ગાંધીધામની રહેવાસી હતી અને તેના મોતના સમાચાર આવતાં પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોક છવાયો છે.


ટ્રેની તરીકે કામ કરતી વૃષંકાં માહેશ્વરી  ગાંધીધામની રહેવાસી છે.  તેમણે  100 કલાકનું ફ્લાઇંગ પુરુ કરીને  પાયટલ તરીકે પ્લેન ઉડાનની પરમિશન મેળવી લીધી હતી. જો કે બદનસીબે  આ દરમિયાન તે શનિવારે સાંજે  મધ્યપ્રદેશના બાલાઘાટના જંગલ વિસ્તાર કિરણપુરમાં ચાર્ટડ પ્લેન ઉડાવતી હતી ત્યારે પ્લેન  ક્રેશ થઇ જતાં વૃષાંકા સહિત બે લોકોના નિધન થયા છે, દુર્ઘટના અંગે તપાસ શરૂ કરાઇ છે.


Heart Attack Death: રાજકોટ રેસકોર્ષ મેદાન ક્રિકેટ રમતો યુવક મેદાનમાં  ઢળી પડ્યો, હાર્ટ અટેકથી મોત


રાજકોટમાં વધુ એક યુવકનું ક્રિકેટ રમતા હાર્ટ અટેક આવતા મૃત્યુ થયું છે. રેસ્કોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવી જતાં 45 વર્ષિય મયુર મકવાણા નામના વ્યક્તિનું અવસાન થયું છે.


કોરોના બાદ સતત યંગસ્ટર્સમાં હાર્ટ અટેકના કેસ વધી રહ્યાં છે. ડાન્સ કરતી વખતે તો જીમમાં કે વરઘોડામાં નાચતા હાર્ટ અટેક આવી જતાં મોત થયાના કેસ સતત વધી રહ્યાં છે. રાજકોટમાં ફરીવાર એક આવો જ કિસ્સો બન્યો છે. રેસ્કોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવી જતાં 45 વર્ષિય મયુર મકવાણા નામના વ્યક્તિનું અવસાન થયું છે.. આ યુવક  સોની કામ કરતો હતો અને આજે રવિવારની રજા હોવાથી  ક્રિકેટ રમવા ગયો હતો. આ યુવક આમતો દર રવિવારે ક્રિકેટ રમતા હતા.


અઢી મહિનામાં 6 યુવકના હાર્ટ અટેકથી મોત


 છેલ્લા 40 દિવસમાં રાજકોટની અંદર અલગ અલગ રીતે  છ યુવાનોનું હાર્ટ એટેકથી મોત થયું છે. આમાંથી સૌથી વધુ ક્રિકેટ રમતા યુવકના મોત થયા છે. થોડા સમય પહેલા જ  એક યુવાનનું ફૂટબોલ રમતા રમતા મૃત્યુ થયું હતું.બે દિવસ પહેલા કુદરતી હાજર તે જતા એક યુવાનનું આજી વસાહતમાં મૃત્યુ હતું. તો આ જ રીતે તાજેતરમાં જ રાજકોટમાં ક્રિકેટ રમતી વખતે હાર્ટ અટેક આવી જતાં યુવક મેદાનમાં ઢળી પડ્યો હતો અને જિંદગી ગુમાવી હતી.