Nepal Protest: નેપાળમાં વધી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે, આંધ્રપ્રદેશ અને ગુજરાતની સરકારોએ ત્યાં ફસાયેલા પોતપોતાના રાજ્યોના નાગરિકોની સલામતી અને પરત ફરવાની ખાતરી કરવા માટે તાત્કાલિક પગલાં લીધાં છે. ઉલ્લેખનિય છે કે, નેપાળમાં  તણાવની સ્થિતિ અને હિંસક પ્રદર્શન વચ્ચે ગુજરાતના 300થી વધુ પ્રવાસી ફસાયા છે.

Continues below advertisement

 નેપાળમાં ફસાયેલા ગુજરાતમાં ભાવનગરના 43, સુરતના 10 લોકો સહિત રાજકોટ, અરવલ્લી એમ કુલ 300 પ્રવાસી ફસાયાનું અનુમાન છે. જો કે તમામ લોકો કાઠમંડૂની એક હોટેલમાં સુરક્ષિત છે. પરંતું આ પ્રવાસીઓ વીડિયો બનાવી સરકારને નેપાળની ભયંકર સ્થિતિથી માહિતગાર કરતા તાત્કાલિક સુરક્ષિત વાપસી માટે મદદ માંગી છે. સરકારે મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે.

નેપાળની રાજધાની કાઠમંડુમાં ફાટી નીકળેલા તોફાનો અને અરાજકતાની સ્થિતિને પગલે જિલ્લા તંત્ર દ્વારા હેલ્પ લાઈન શરૂ કરાઈ  છે. સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્યાં ફસાયેલા કે મુસાફરી કરી રહેલા જિલ્લાના નાગરિકો માટે તાત્કાલિક હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. જિલ્લાના  કોઈ નાગરિકો નેપાળમાં ફસાયા હોય અથવા ત્યાં પ્રવાસે હોય, તો તેમના પરિવારજનોને તાત્કાલિક નીચે દર્શાવેલા હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે.આ ઉપરાંત, જો કોઈ ભારતીય નાગરિક કાઠમંડુમાં સંપર્કમાં હોય, તો તેમને પણ આ હેલ્પલાઇન નંબરની જાણ કરવા માટે અપીલ કરાઈ છે. નેપાળ સ્થિત ભારતીય એમ્બેસીના હેલ્પલાઇન નંબર ‪+977 - 980 860 2881, ‪+977 - 981 032 6134 ઉપર સંપર્ક કરવા તેમજ ભારત ખાતે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, ગાંધીનગર ફોન નંબર:- 079 - 23251900, 079 - 23251902, 079 - 23251914 અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, સુરેન્દ્રનગર ફોન નંબર:- 02752 - 284300, 02752 - 285300 ઉપર સંપર્ક કરવા મામલતદાર ડિઝાસ્ટર દ્વારા જણાવાયું છે.

Continues below advertisement

કાઠમંડુ દેશમાં થયેલ તોફાનો તથા અરાજકતાની સ્થિતિને ધ્યાને લઈ અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રે પણ  હેલ્પલાઇન નંબર 079-27560511  જાહેર કરાયો છે. અમદાવાદ જિલ્લાના કોઈ નાગરિકો નેપાળ પ્રવાસે હોય, તો તે અંગેની જાણકારી હેલ્પલાઇન નંબર પર ફોન  કરવા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો  છે.અમદાવાદ જિલ્લાના કોઈપણ નાગરિકો હાલ નેપાળ દેશના પ્રવાસે હોય, તો તે અંગેની જાણ તેઓના સ્વજનો દ્વારા તુરંત હેલ્પલાઇન નંબર પણ જાણ કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. આ ઉપરાંત નેપાળ-કાઠમંડુ ખાતે રહેલ/ફસાયેલ કોઈ ભારતીય પ્રવાસી નાગરિકો સંપર્કમાં હોય તો તેઓને કાઠમંડુ સ્થિત ભારતીય એમ્બેસીનાં નીચેની વિગતોના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા નિવાસી અધિક કલેક્ટર, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર - અમદાવાદ. :- 079 - 27560511રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર - ગાંધીનગર :- 079 - 23251900/902/914ભારતીય દૂતાવાસ, કાઠમંડુ - નેપાળ :- +977 - 980 860 2881, +977 - 981 032 6134