ગુજરાત શિક્ષણ બોર્ડ આજે ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષા અને ગુજકેટનું પરિણામ જાહેર કરી દીધુ છે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન જોઇ શકશે.  ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષા 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન લેવાઈ હતી. બોર્ડનું પરિણામ વેબસાઈટ પર જાહેર કરાયુ છે. ત્યારબાદ શાળા ખાતેથી પરિણામ મેળવી શકાશે. આજે પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને દસ દિવસ બાદ બોર્ડની માર્કશીટ અપાશે. 


ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 72.02 ટકા પરિણામ આવ્યુ છે. 72 ટકા વિદ્યાર્થીઓ, જ્યારે 72.05 ટકા વિદ્યાર્થીનીઓ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પાસ થયા હતા. 196 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ સાથે પાસ થયા છે. જ્યારે 3303 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ  સાથે પાસ થયા હતા. અંગ્રેજી માધ્યમનું પરિણામ 72.04 ટકા આવ્યું હતું. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 72.04 ટકા આવ્યું છે.  એ ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ 78.04 ટકા, બી ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ 68.58 ટકા, એબી ગ્રુપના ઉમેદવારોનું પરિણામ 78.38 ટકા આવ્યુ હતું.


ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 72.02 ટકા પરિણામ આવ્યું હતું. લાઠીમાં સૌથી વધુ 96.12 ટકા પરિણામ આવ્યું હતું. સૌથી ઓછું લીમખેડાનું 33.33 ટકા પરિણામ આવ્યું હતું. સૌથી વધુ રાજકોટ જિલ્લાનું 85.78 ટકા પરિણામ આવ્યું હતુ. રાજ્યની 65 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું હતું.


રાજ્યમાં સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 40.19 ટકા પરિણામ આવ્યું છે. 61 શાળાઓનું 10 ટકા કરતા પણ ઓછું પરિણામ આવ્યું છે.અમદાવાદ શહેરનું 70.80 ટકા, અમદાવાદ ગ્રામ્યનું 75.38 ટકા પરિણામ આવ્યું છે.


અમરેલીનું 77.94 ટકા, કચ્છનું 74.48 ટકા, ખેડાનું 59.88 ટકા, જામનગરનું 83.45 ટકા, જૂનાગઢનું 80.26 ટકા, ડાંગનુ 70.42 ટકા, પંચમહાલનું 97.87 ટકા, બનાસકાંઠાનું 78.95 ટકા, ભરૂચનું 68.12 ટકા, ભાવનગરનું 83.85 ટકા, મહેસાણાનું 74.76 ટકા, વલસાડનું 58.24 ટકા, વડોદરાનું 69.03 ટકા, સાબરકાંઠાનું 64.44 ટકા, સુરતનું 77.53 ટકા, સુરેન્દ્રનગરનું 83.20 ટકા, આણંદનું 62.60 ટકા, પાટણનું 73.11 ટકા, નવસારીનું 71.21 ટકા, દાહોદનું 40.19 ટકા, પોરબંદરનું 63.58 ટકા, નર્મદાનું 52.89 ટકા, ગાંધીનગર જિલ્લાનુ 69.39 ટકા, તાપીનું 54.97 ટકા પરિણામ આવ્યું હતું.


 


આ રીતે ચેક કરી શકશો 


બોર્ડ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ મુજબ વિદ્યાર્થીઓ www.gseb.org પરથી સવારે 10.00 વાગ્યાથી બેઠક ક્રમાંક (Seat Number) એન્ટર કરી અને પરિણામ મેળવી શકશે. આ પરિણામ ઓનલાઈન જ દેખાશે. 


ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં ફક્ત 4 જિલ્લાઓમાંથી કુલ 31 કોરોના કેસ નોંધાયા






ગુજરાતમાં હાલ કોરોનાના સામાન્ય કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં થોડા દિવસ પહેલાં આવેલા કેસના ઉછાળા બાદ આજે કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. 11 મેના દિવસે આજે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર રાજ્યમાં કોરોના વાયરસના કુલ 31 કેસ નોંધાયા છે. જેમાં ફક્ત 4 જિલ્લાઓમાં જ કોરોના કેસ નોંધાયા છે. બાકીના જિલ્લાઓમાં એક પણ કેસ નોંધાયો નથી.


રાજ્યમાં જિલ્લા પ્રમાણે નોંધાયેલ કેસની વિગતો જોઈએ તો આજે અમદાવાદ શહેરમાં 19 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરા શહેરમાં 8, અમદાવાદ જિલ્લામાં 1, જામનગર શહેરમાં 1, નવસારીમાં 1, સુરત શહેરમાં 1 કેસ નોંધાયો છે. આમ 4 જિલ્લાઓમાં કુલ 31 નવા કેસ નોંધાયા છે. થોડા દિવસ પહેલાં અમદાવાદ શહેરના પાલડીમાં આવેલી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન (NID)માં કોરોના સંક્રમણ ફેલાતાં અમદાવાદના કુલ કેસોમાં વધારો જોવા મળ્યો હતો.


આ સાથે રાજ્યમાં આજે કુલ 21 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 8, વડોદરા શહેરમાં 4 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ જિલ્લામાં 3, નવસારીમાં 2, આણંદમાં 1, ભાવનગર શહેરમાં 1, ગાંધીનગર શહેરમાં 1, મોરબીમાં 1 મળીને કુલ 21 નવા દર્દી ડિસ્ચાર્જ થયા છે.


રાજ્યમાં હાલ કોરોનાના 183 એક્ટિવ કેસ છે જેમાં 1 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે બાકીના તમામ 182 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. અત્યાર સુધીમાં કુલ 12,13, 467 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 10944 મોત નોંધાયા છે.