સુરેન્દ્રનગરઃ આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ કોગ્રેસને ઝટકો લાગ્યો છે. આ વખતે સુરેન્દ્રનગર જિલ્લા કૉંગ્રેસમાં ભંગાણ થયુ છે.  જિલ્લા NSUIનાં પ્રમુખ ધ્રુવરાજસિહ ચુડાસમા અને કોલેજ પ્રમાણે ચૂંટાયેલા હોદ્દેદારોએ પ્રદેશની નેતાગીરી સામે નારાજગી વ્યક્ત કરી રાજીનામા આપ્યા હતા. ધ્રુવરાજસિંહનો આરોપ છે કે કૉંગ્રેસમાં કોઈ ફેરફાર થતા નથી. યુવાનોને જોડવાની કામગીરી થતી નથી.  હાલમાં જે હોદ્દેદારો છે તેમની કામગીરી સંતોષકારક નથી.


રાજકોટઃ પડધરીમાં ભાજપના નેતા વિરુદ્ઘ ગુનો નોંધી પોલીસે કરી ધરપકડ, જાણો શું છે કેસ?


રાજકોટઃ રાજકોટના પડધરીના મોવિયા ગામમાં વીજ વિભાગની ટીમ પર હુમલો કરવાના કેસમાં પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી ભાજપ અગ્રણી ધીરુભાઈ તળપદાની ધરપકડ કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, બુધવારે PGVCLની ટીમ વીજ ચેકિંગ માટે પડધરીના મોવિયા ગામે પહોંચી હતી. દરમિયાન ગામમાં રહેતા ભાજપના આગેવાન ધીરુભાઈ તળપદાના ઘરમાં ચેકિંગ કરાયું હતું તો વીજ ચોરી ઝડપાઈ હતી.


 એટલું જ નહીં  તેમના પેવર બ્લોકના કારખાનામાં પણ વીજ ચોરી ઝડપાઈ હતી. દરમિયાન  ધીરુભાઈ તળપદા અને તેમના 40થી વધુ સમર્થકોએ PGVCLની ટીમ પર હુમલો કર્યો હતો.  જેમાં ડેપ્યૂટી ઈજનેર ભાર્ગવ પુરોહિત સહિત કુલ ત્રણને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ કેસમાં પોલીસે 12 લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધી મુખ્ય આરોપી ભાજપના આગેવાન ધીરુભાઈ તળપદાની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય લોકોની ધરપકડ હજુ બાકી છે.


 


Vastu Tips: ઘરમાં સાત ઘોડાની આવી તસવીર લગાવવાથી થઈ જશો કંગાળ, એક-એક પૈસા માટે તરસશો


PM Kisan Scheme: પીએમ કિસાન યોજનામાં સામે આવ્યો ગોટાળો, ખોટી રીતે યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે આટલા ખેડૂતો


ચેન્નાઇ સુપર કિંગ્સને લાગી શકે છે મોટો ઝટકો, આ ઓલરાઉન્ડર IPL 2022માંથી થશે બહાર, જાણો વિગતે


"બોલીવુડ મને પોસાય નહીં" કહેનાર મહેશ બાબૂ એક ફિલ્મના કેટલા રુપિયા ચાર્જ કરે છે? જાણીને દંગ રહી જશો