Amul Milk Price Hike:શિવરાત્રીના આગલા દિવસે જ ગુજરાત કો- ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને દૂધના ભાવમાં વધારાની જાહેરાત કરતા દૂધાભિષેક કરતા ભાવિકોએ હવે 2 રૂપિયા વધુ ચૂકવવા પડશે.
શિવરાત્રીના આગલા દિવસે જ ગુજરાત કો- ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને દૂધના ભાવમાં વધારાની જાહેરાત કરતા દૂધાભિષેક કરતા ભાવિકોએ હવે 2 રૂપિયા વધુ ચૂકવવા પડશે.
મોંઘવારીનો માર સહન કરતી જનતાને વધુ એક ફટકો લાગ્યો છે. ગુજરાત કો- ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા બેનો વધારો કર્યો છે.
મોંઘવારીનો માર સહન કરતી જનતાને વધુ એક ફટકો લાગ્યો છે. ગુજરાત કો- ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા બેનો વધારો કર્યો છે. આ નવો ભાવ વધારો 1 માર્ચ 2022થી અમલમાં આવશે.
ગુજરાત કો- ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને 1 માર્ચથી એટલે કે આજથી પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. આજે શિવરાત્રીથી દૂધના ભાવમાં વધારો થતાં મહાશિવરાત્રિમાં લોકોને દૂધના મહાદેવને અભિષેક કરવા માટે પણ વધુ 2 રૂપિયા ખર્ચવા પડશે. મોંઘવારીના માર વચ્ચે દૂધના ભાવે વધુ એક ઝટકો આપ્યો છે.
1 માર્ચથી એટલે કે આજથી અમૂલ ગોલ્ડની પ્રતિ બેગ ગ્રાહકોએ 30 રૂપિયા ચૂકવવા પડશે. અમૂલ શક્તિના પ્રતિ બેગ ગ્રાહકોએ 27 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે અમૂલ તાજાની પ્રતિ બેગ ગ્રાહકોએ 24 રૂપિયા ચૂકવવા પડશે. અમૂલ ફેડરેશનની યાદીમાં કહેવાયું છે કે ઉર્જા, પેકેજિંગ, લોજિસ્ટ્કિસ, પશુ આહાર અને દૂધના ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાના કારણે આ ભાવ વધારો લાગુ કરાયો છે.
આ પણ વાંચો
ગુજરાતમાં લગ્ન કરનારાં માટે આનંદના સમાચાર, જાણો રાજ્ય સરકારે શું કરી મોટી જાહેરાત ?
કોરોના વાયરસના કેસ ઘટતા રાજ્ય સરકારે શું કરી મોટી જાહેરાત, જાણો
India Corona Cases Today: ભારતમાં કોરોનાની ત્રીજી લહેર વિદાય તરફ, આજે નોંધાયા માત્ર આટલા કેસ
Russia Ukraine War: યુક્રેનના અનેક શહેરો પર બોંબમારો, રશિયન સેનાએ કિવની કરી ઘેરબંધી, આ રહ્યો પુરાવો