GUJRAT CORONA LIVE UPDATE: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં ઉછાળો, આંકડો પહોચ્યો 2265 પર, 240 દર્દીઓ રિકવર થયા
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2265 કેસ નોંધાયા છે
વડોદરાની શાળામાં કોરોનાનું સંક્રમણ વધ્યું, શહેરની વધુ 8 શાળાના 4 વિદ્યાર્થીઓ અને 5 શિક્ષકો કોરોનાગ્રસ્ત.કોરોના સંક્રમણ માં સતત વધારો થઇ રહ્યો છે,શહેરની વધુ 8 શાળાના 4 વિદ્યાર્થીઓ અને 5 શિક્ષકો કોરોનાગ્રસ્ત થયા છે.નવજીવન સ્કૂલના 2, એમ.જી.એમ શાળા ની 1 વિદ્યાર્થિની અને જી.એ.બી સ્કૂલ નો 1 વિદ્યાર્થી પોઝિટિવ થયો છે.એમ.સી, કોન્વેન્ટ, શ્રેયસ અને બ્રાઇટ સ્કૂલો ના કુલ 5 શિક્ષકો પોઝિટિવ છે. 11 શાળાઓ માં ઓફ લાઈન શિક્ષણ બંધ કરાયું છે.
સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કોરોના કહેર જોવા મળી રહ્યો છે. કુલપતિ,રજીસ્ટાર સહિત 8 અધ્યાપક કર્મચારી અને 2 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. યુનિવર્સિટીમાં ચાલતા તમામ વિભાગો માં ઓફલાઇન અભ્યાસ બંધ કરાયો છે. તમામ ને ઓનલાઈન અભ્યાસ લેવા સૂચના અપાઈ છે.
50 % હાજરી સાથે વહીવટી કામગીરી કરવા સૂચના અપાઇ છે. યુનિવર્સિટી ના કાર્યકારી કુલસચિવ ડો.જયદીપ ચૌધરી કોરોના પોઝિટિવ આવ્યો છે. કોમ્પ્યુટર સાયન્સ વિભાગના વડા ડો.અપૂર્વ દેસાઈ કોરોના પોઝિટિવ થયા છે. સોસિયોલોજી વિભાગ ના વડા ડો.મધુ બેન ગાયકવાડ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અધ્યાપક ડો.વિભૂતિ જોશી કોરના પોઝિટિવ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અંગ્રેજી વિભાગ ના અધ્યાપક અમિત પ્રજાપતિ કોરોના પોઝિટિવ આવ્યો છે. ઉપરાંત હોસ્ટેલ માં ભણતા 2 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ
સુરતમાં શાળામાં કોરોનાનો પ્રકોપ વધ્યો છે. એક સાથે જુદી જુદી શાળાના 32 વિદ્યાર્થીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે.
સુરત માં 32 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ..
સ્કૂલ. પોઝિટિવ સંખ્યા
સેવન ડે સ્કૂલ 4
DPS સ્કૂલ 9
GD ગોએન્કા. 2
ભૂલકા વિહાર. 2
SD જૈન. 2
લુડ્સ કોન્વેન્ટ. 1
બ્રોડવે ઇન્ટરનેશનલ 1
માતા સરવાણી. 1
જીવનભારતી. 1
RMG સ્કૂલ. 1
અગ્રવાલ સ્કૂલ. 1
ગુરુકુળ વિદ્યા. 1
LP સવાણી. 1
તાપતિ વેલી. 1
એક્સપરી મેન્ટલ 1
ગુરૂકૃપા. 1
તક્ષશિલા. 1
મહેશ્વરી. 1
વડોદરામાં કોરોનાનાના કેસ સતત વધી રહ્યાં છે. બેંક ઓફ બરોડાની બે બ્રાન્ચમાં 8 કર્મચારી કોરોના પોઝિટિવ થયા છે.હરણી બ્રાન્ચના 6 કર્મચારી સંક્રમિત થતાં બ્રાન્ચ બંધ કરાઈ છે. જી.એસ.એફ.સીમાં બે અધિકારી સહિત ત્રણ કોરોનાથી સંક્રમિત થયા છે.
જી.ઈ.બી સ્કૂલે એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા ધો. 1 થી 12 ના ઓફ્લાઈન ક્લાસ 10 જાન્યુઆરી સુધી બંધ કર્યા છે.
દાહોદ માં સ્કુલના વિદ્યાથી ને કોરોના પોઝિટિવ આવતા સ્કુલ બંધ કરાઇ છે. દાહોદ ની લિટલ ફલાવર સ્કુલ ના વિદ્યાર્થીનો કોરોના પોઝિટિવ આવચતા સ્કુલ સંચાલકો એ સ્કુલ બંધ કરવાનો નિર્ણય લીધો છે. એકજ પરિસર માં આવેલી ડે સ્કુલ ને પણ સાવચેતી માટે આજે બંધ રખાઈ
પોઝિટિવ વિદ્યાર્થીને હોમ કોરન્ટાઈન કરાયો છે. જિલ્લા માં વધુ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.દાહોદ .1 ઝાલોદ.1 દેવઘઢ બારીયા .1 કેસ નોધાયો છે. દાહોદમાં એક્ટિવ કેસ નો આંકડો 14 પર પહોંચ્યો
અમદાવાદમાં કોરોના કેસ સતત વધી રહ્યાં છે. દરિયાપુરના કાઉન્સિલર કોરોના સંક્રમિત થયા છે. તેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોંગ્રેસના કાઉન્સિલર માધુરી કલાપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ
હોમ આઇસોલેટ થયા છે.
અમદાવાદ શહેરમાં બેફામ રીતે વધી રહેલા કોરોના સંક્રમણ બાદ પણ લોકો અને પ્રશાસનની બેદરકારી ઓછી નથી થતી..... પબ્લિક ટ્રાન્સપોટેશન એટલે કે, AMTS અને BRTSમા ભીડ ન કરવી, માસ્ક પહેરવું અને કોરોના વિરોધી રસીના બંને ડોઝ લીધા હોય તેમને જ મુસાફરી કરવા દેવામાં આવશે તેવા નિયમો હાલ અમલમાં લાવવામાં આવ્યા છે પરંતુ આ તમામ નિયમોનું ઉલંઘન BRTSમા થઈ રહ્યું છે.
આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1290 , સુરત કોર્પોરેશનમાં 5, વડોદરા કોર્પોરેશનમાં 86 , આણંદ 70, કચ્છ 37, રાજકોટ કોર્પોરેશનમાં 36, ખેડા 34, ભરુચ 26, અમદાવાદ 24, મોરબી 24, ગાંધીનગર કોર્પોરેશન 23, રાજકોટ 21, ભાવનગર કોર્પોરેશન 18, નવસારી 18, જામનગર કોર્પોરેશન 16, મહેસાણા 14, પંચમહાલ 14, ગાંધીનગર 12, સુરત 9, વલસાડ 9, જૂનાગઢ કોર્પોરેશન 8, વડોદરા 8, જામનગર 7, બનાસકાંઠા 6, સાબરકાંઠા 6, અરવલ્લી 5, ભાવનગર 4, દેવભૂમિ દ્વારકા 4, જૂનાગઢ 4, મહિસાગર 4, અમરેલી 3, ગીર સોમનાથ 3, તાપી 3, દાહોદ 2, ડાંગ 1 અને સુરેન્દ્રનગરમાં 1 નવો કેસ નોંધાયો છે.
બ્રેકગ્રાઉન્ડ
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2265 કેસ નોંધાયા છે. બીજી તરફ 240 દર્દીઓ રિકવર પણ થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -