ગાંધીનગર: કોરોનાની બીજી લહેર હવે અંતના આરે છે તેવું કહી શકાય. સતત સંક્રમિત દર્દીની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. જેના પગલે પ્રતિબંધો પણ હળવા કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. આજથી રાજ્યના 18 શહેરો કર્ફ્યૂ મુક્ત થયા છે. રાજ્ય સરકારે 36માથી 18 શહેરોને કર્ફૂયૂમુક્ત કર્યાં છે.


ક્યાં શહરોમાં નાઇટ કર્ફ્યૂ યથાવત


ક્યાં 18 શહેરોમાં રહેશે નાઇટ કર્ફ્યૂ ગુજરાતના આઠ મહાનગરપાલિકા વિસતાર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર ઉપરાંત વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર સહીત કુલ 18 શહેરોમાં, રાત્રી કરફયુ  (Night curfew) યથાવત રાખવામાં આવ્યો છે.આ કર્ફ્યૂ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે.


શું અપાઇ છૂટછાટ


કોરોનાના કેસમાં ધટાડો થતાં ફરી રાજ્ય અનલોક તરફ જઇ રહ્યું છે. રાજ્યમાં સિનેમા ઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.  હોટલ્સ, રેસ્ટોરન્ટને 60 ટકાની ક્ષમતા સાથે ચાલું રાખવાની મંજૂરી અપાઇ છે. ઉપરાંત હોમ ડિલીવરી રાત્રે 12 કલાક સુધી ચાલું રહેશે. આ 18 શહેરોમાં વ્યાવસાયિક એકમો રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની સૂચના અપાઇ. લગ્ન પ્રસંગે 100 લોકોની હાજરીની મળી પરવાનગી. ઉપરાંત અન્ય ધાર્મિક, સામાજિક અને રાજકિય પ્રસંગો માટે સરકારે 200 લોકોની ઉપસ્થિતિની પરવાનગી આપી છે. એસટી બસો 75 ટકાની ક્ષમતા સાથે ચાલું રહેશે. ઉપરાંત લાઇબ્રેરી 60 ટકા ક્ષમતા સાથે ખુલ્લી રહેશે. ગાર્ડન રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.


રાજ્યના ક્યાં શહેરોને નાઇટ કર્ફ્યૂથી મળી મુક્તિ


18 શહેરોને કર્ફ્યૂથી મુક્તિ અપાઇ છે. આ તમામ 18 શહેરોને નાઇટ કર્ફ્યૂથી મુક્તિ અપાઇ છે. જેમાં વિસનગર, કડી, ડિસા, મોડાસા, રાધનપુર, વેરાવળ, સોમનાથ, છોટાઉદયપુર, વિરમગામ, બોટાદ, પોરબંદર, પાલનપુર, અમરેલી, હિમતનગર, સુરેન્દ્રનગર, દાહોદ, નડિયાદ, આણંદ, ગોધરામાં કર્ફ્યુથી મુક્તિ અપાઇ છે.