ગુજરાતમાં ભારે વરસાદે ભારે તારાજી સર્જી છે, જૂનાગઢના ધેડ પંથકના ગામો હજુ પણ સંપર્ક વિહોણા છે. મોટાભાગના ગામો બેટમાં ફેરવાયા છે. પૂરના કારણે મોટું નુકસાન થયું છે. ખેતરોમાં પાકનો વિનાશ થયો છે. ખેડૂતો ચિંતામાં મુકાયા છે. મંદિર પણ પાણીમાં જળમગ્ન થયા છે. 


 




પોરબંદરના કર્લી જળાશયમાં પાણીની આવક થતા અનેક ઘરોમાં પાણી ઘુસ્યા. ભાદર નદીના પાણી પોરબંદર સુધી પહોંચ્યા છે. ખાડી કાંઠે આવેલું ખોડિયાર માતાનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે.




ધોરાજીના મોટીમારડ ગામમાં 9 ઇંચ વરસાદ નોંધાતાં ગામ બેટમાં ફરવાઈ ગયું છે. તો ઉપલેટા તાલુકાના કેટલાક ગામ પણ જળમગ્ન થઇ જતાં. સંપર્ક વિહોણા થઇ ગયા હતા.




ગુજરાતમાં ભારે વરસાદે તારાજી સર્જી હતી. જેમાં સૌથી વધુ જામનગર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના નદી પટના ગામો પ્રભાવિત થયા હતા. કેટલાક મકાનો ધરાશાયી થયા હતા. તો કેટલાક ઘરોમં પાણી ઘૂસી જતાં ઘરવખરીને મોટું નુકસાન થયું છે.




જામનગર જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે. છેવાડાના કેટલાક ગામોના વરસાદી પાણીના કારણે પારાવાર નુકસાન થયું છે. મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયું છે.