પંચમહાલઃ રાજ્યના રોડ રસ્તા પર યમરાજાના આંટા ફેરા વધી ગયા હોય તેમ જીવલેણ અકસ્માતોની ઘટના ઉત્તરોતર વધી રહી છે. હાલોલના છાજ દિવાળી પાસે બે બાઇક વચ્ચે ગઇકાલે અકસ્માત થયો હતો. જેમાં 5 લોકોના મોત થયા હતા. મૃતકમાં એક જ પરિવારના ત્રણ સભ્યો હતા. જેના કારણે મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
દોઢ વર્ષની બાળકી અને તેના માતા પિતાનું મોત નીપજયું હતું. મૃતક પરિવાર છોટાઉદેપુરના ચુલી ગામના હતો. જ્યારે મોતને ભેટેલા અન્ય બે યુવક હાલોલના તલાવડી ગામના હતા. ઘટનાની વાત કરીએ તો, હાલોલના છાજ દિવાળી પાસે ગત રાત્રિના અંધારામાં બે બાઈકો સામસામે ધડાકાભેર અથડાતાં પાચં વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. બંને બાઇક ટક્કરની એટલી જોરદાર હતી કે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ચાર લોકોને સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ચારેય ઇજાગ્રસ્તના મોત થયા હતા.
હાલોલના તલાવડી ખાતે ડામોર ફળિયામાં રહેતા વસંતભાઈ જીવણભાઈ બારીયા ઉં.34 તેમજ તલાવડી ખાતે નિશાળ ફળિયા પાછળ રહેતા અને તેમની માસીના દીકરા નરવતભાઈ ઉર્ફે ભીખાભાઈ પર્વતભાઈ બારીયા મંગળવારે પોતાની માસીના દીકરાના લગ્ન હોઈ હાલોલના જાલીયાકુવા ગામે બાઇક પર જાનમાં ગયા હતા. જ્યાં ખુશીથી લગ્ન પ્રસંગ પતાવી સાંજે વસંતભાઈ બાઈક પર માસીના દીકરા નરવતભાઈ સાથે તલાવડી તરફ આવવા નીકળ્યા હતા.
દરમિયાન પાવાગઢ નજીક છાજદિવાળી ગામના પાટિયા પાસે શિવરાજપુર તરફથી પૂર ઝડપે આવતી બાઇક સામે ધડાકા સાથે અથડાતાં વસંતભાઈ અને નરવતભાઈ રોડ પર બાઇક સહિત પછડાયા હતા. જ્યારે સામેની બાઇકના ચાલક અરવિંદ માયાભાઈ રાઠવા ઉં.22 તેમજ તેમની પાછળ બાઈક પર બેસેલ તેમના પત્ની સુમિત્રાબેન રાઠવા ઉં.20 તેમજ તેમની દોઢ વર્ષીય પુત્રી હેમાક્ષી રહે. ડીમચી ફળિયું. ચુલી. તાલુકો પાવીજેતપુર, છોટાઉદેપુર પણ રોડ પર પછડાતાં વસંતભાઈ અને અરવિંદભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું.
બંને ચાલકોના મૃતદેહોને હાલોલ રેફરલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા હતા. અકસ્માતની જાણ થતાં આસપાસથી તેમજ તલાવડી ખાતેથી જાલિયાકુવા ગામે જાનમાં આવેલ જાનૈયાઓ પણ દોડી આવ્યા હતા. જ્યારે તલાવડીના નરવતભાઈ ઉર્ફે ભીખાભાઈ, સુમિત્રાબેન અને દોઢ વર્ષીય પુત્રી હેમાક્ષીને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં 108 મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે તાત્કાલિક વડોદરાની સયાજી ખાતે રવાના કરાયા હતા અને સારવાર દરમિયાન મોત થયું હતું.
રાશિફળ 28 જાન્યુઆરીઃ આ 4 રાશિના જાતકોએ જોબ, કરિયર અને ધનના મામલે રહેવું પડશે સાવધાન, જાણો મેષથી મીન સુધી તમામ રાશિઓનું રાશિફળ
હાલોલમાં આઘાતજનક ઘટનાઃ બે બાઈકની ટક્કરમાં 5નાં મોત, જાણો શું થયેલું કે મોતનો આંકડો છે મોટો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jan 2021 07:50 AM (IST)
અકસ્માતમાં દોઢ વર્ષની બાળકી અને તેના માતા પિતાનું મોત નીપજયું હતું. મૃતક પરિવાર છોટાઉદેપુરના ચુલી ગામના હતો. જ્યારે મોતને ભેટેલા અન્ય બે યુવક હાલોલના તલાવડી ગામના હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -