Hardik Patel Joins BJP: હાર્દિક પટેલ આવતીકાલે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાશે. હાર્દિક પટેલે આજે આ કાર્યક્રમનું પોસ્ટર સામે આવ્યું છે જેમાં કાર્યક્રમની માહિતી આપી છે. હાર્દિક પટેલનો ભાજપમાં જોડાવાનો કાર્યક્રમ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ, ગાંધીનગર ખાતે યોજાશે.


મુખ્યમંત્રી કાર્યક્રમમાં હાજર નહી રહેઃ
મહત્વની વાત એ છે કે, હાર્દિકના આ વેલકમ પાર્ટી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર નહિ રહે. માત્ર સી. આર. પાટીલ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં જ હાર્દિક ભાજપમાં જોડાશે. આ સાથે ભાજપના પ્રમુખ નેતાઓની હાજરી કાર્યક્રમમાં રહેશે. કમલમ ખાતે યોજાનારા આ કાર્યક્રમની તૈયારીઓ બે દિવસ પહેલાં જ શરુ કરી દેવામાં આવી હતી.


ગૌ પૂજા કરશે હાર્દિકઃ
હાર્દિક પટેલેના ભાજપમાં જોડાવાના કાર્યક્રમના પોસ્ટરમાં માહિતી અપાઈ છે કે, સવારે 9 વાગ્યે હાર્દિક પટેલ પોતાના નિવાસસ્થાને દુર્ગા પાઠ અને પૂજન કરશે. ત્યાર બાદ સવારે 10 વાગ્યે SGVP ગુરુકુળ ખાતે હાર્દિક પટેલ રામ, શ્યામ અને ઘનશ્યામના દર્શન કરીને ગૌ પૂજા કરશે. ત્યાર બાદ સવારે 11 વાગ્યા પછી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે હાર્દિક પટેલ કેસરિયા કરશે.


હાર્દિક પટેલના કાર્યક્રમમાં બદલાવઃ
હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ્ટના ભાજપમાં જોડાવવાને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ અલગ-અલગ સમયે ભાજપમાં જોડાશે. શ્વેતા બ્રહ્મભટ્ટ 11 વાગ્યે તો હાર્દિક પટેલ 12 વાગ્યે ભાજપમાં જોડાશે. જો કે, આ પહેલાં બંનેને એક  જ સમયે ભાજપમાં જોડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આજે આ કાર્યક્રમ બદલાવ થયો છે.


આ પણ વાંચોઃ


Sourav Ganguly Resign News: BCCIના અધ્યક્ષ પદેથી સૌરવ ગાંગુલીના રાજીનામાના સમાચારને સેક્રેટરી જય શાહે ફગાવ્યા


સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને EDએ મોકલી નોટીસ, જાણો શું છે મામલો


ગાંધીનગરઃ VCE કર્મચારીઓએ 22 દિવસ બાદ હડતાળ સમેટી, જાણો સરકારે કર્મચારીઓને શું ચિમકી આપી