Sourav Ganguly Resign: પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટર સૌરવ ગાંગુલીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાના સંકેત આપ્યા છે. આજે કરેલા એક ટ્વીટમાં સૌરવ ગાંગુલીએ આ જાહેરાત કરી હતી. સૌરવ ગાંગુલીએ ભાવુક પોસ્ટ કરીને લખ્યું હતું કે, અત્યાર સુધીના સફર માટે ચાહકો અને સાથી ખેલાડીઓનો આભાર. જોકે, સેક્રેટરી જય શાહે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખપદેથી સૌરવ ગાંગુલીના રાજીનામાના સમાચારને ફગાવ્યા છે. આ પહેલા એવા સમાચાર હતા કે ક્રિકેટર અધ્યક્ષ પદ છોડી રહ્યા છે. જો કે, BCCI સેક્રેટરી જય શાહે રાજીનામાની અટકળો પર પૂર્ણવિરામ મુકતા ન્યૂઝ એજન્સીને સ્પષ્ટ કહ્યું કે ગાંગુલીએ રાજીનામું આપ્યું નથી. થોડા સમય પહેલા, ગાંગુલીએ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી.






જય શાહે શું કહ્યું?


સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે કહ્યું કે, સૌરવ ગાંગુલીએ બીસીસીઆઈના અધ્યક્ષ પદેથી રાજીનામું નથી. આમ જય શાહે સૌરવ ગાંગુલીના રાજીનામાના સામાચારને ફગાવ્યા હતા.






ગાંગુલીએ લોકોનું સમર્થન માંગ્યુંઃ


ગાંગુલીએ કરેલી ટ્વીટર પોસ્ટમાં લખ્યું કે, "વર્ષ 2022એ મારું ક્રિકેટમાં 30મું વર્ષ છે. મેં 1992માં રમવાનું શરૂ કર્યું, ત્યારથી આજ સુધી ક્રિકેટે મને ઘણું આપ્યું છે. સૌથી અગત્યની વાત એ છે કે મને તમારા બધાનો સાથ મળ્યો છે. હું દરેક વ્યક્તિનો આભાર માનું છું જેઓ મારી યાત્રાનો ભાગ બન્યા છે. મને ટેકો આપ્યો અને આજે હું જ્યાં છું ત્યાં પહોંચવામાં મદદ કરી. આજે હું કંઈક શરૂ કરવાનું વિચારી રહ્યો છું જે મને લાગે છે કે કદાચ ઘણા લોકોને મદદ કરશે. હું આશા રાખું છું કે જીવનના આ નવા અધ્યાયમાં તમે મારી સાથે રહેશો."