ગાંધીનગર: રાજ્યમાં આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ ગઈ છે. આજે રાજ્યના 2697 કેન્દ્રો પર તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવી હતી. ખાસ વાત છે કે રાજ્યમાં પાંચ વર્ષ બાદ 3400થી વધુ જગ્યાઓ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાઇ હતી. આ પરીક્ષામાં અંદાજે 8.50 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં તલાટીની પરીક્ષા પૂર્ણ થતા હસમુખ પટેલે સરકારી સંસ્થાઓ પોલીસ અધિકારીઓ રેલવે વિભાગ, એસટી વિભાગ સહિત તમામ લોકોનો આભાર માન્યો છે.
હસમુખ પટેલે કહ્યું કે, પરીક્ષાખંડમા પહોંચતા પહેલા સૌ પ્રથમ વિધાર્થીઓને ચેક કરવામા આવ્યા હતા. કોઈ પણ સ્થળે ગેરરીતી સામે આવી નથી. એસટી બસે પણ બસો મુકી તે સારી વાત છે. સ્વૈચ્છિ સંસ્થાઓએ સારી કામગીરી કરી છે.
પોલીસ વિભાગે પણ ખૂબ જ સરસ કામગીરી કરી છે. ગામડાઓમા લોકો ઉમેદવારોની વ્હારે આવ્યા છે. પ્રાંતથી લઈ ડીવાયએસપી સુધીના અધિકારી કામગીરીમાં હતા. ગુજરાતની પ્રજાએ પરીક્ષાને પસંગ્રમા બદલી નાખી. અમદાવાદના રીક્ષા ચાલકોનો પણ આભાર. એસટીની સ્પેશિયલ બસોમા 60 ટકા બુકિંગ થયું હતું. જિલ્લા વહીવટી તંત્રનો આભાર. ગાંધીનગરના છાત્રાલમા ટ્રાફિક જામ થયો હતો.
મીડિયાએ પણ સમાજ માટેની પ્રતિબધ્ધતા બતાવી. પંચાયત વિભાગે પણ ખૂબ સારી મદદ કરી હતી. શનિવારે તાલીમ રાખી હતી તેમા પણ બધા મુ્દ્દાઓ ધ્યાને લીધા છે. પંચાયત પંસદગી બોર્ડના બધા સભ્યો હાજર છે. અમારા તમામ સભ્યોએ એક જ દિશામા વિચાર્યું છે.
રેલવે વિભાગે પણ ખૂબ સારી મદદ કરી છે. રેલવેએ વધુ 9 ટ્રેનો મુકી હતી. સરકારના તમામ વિભાગોનો સહયોગ મળ્યો છે. ખૂબ જ શાંતિ પૂર્ણ રીતે પરીક્ષા પૂર્ણ થઈ છે. એક એક ઝીણી ઝીણી વસ્તુઓને તપાસી છે. અસામાજિક તત્વોને રોકવા માટે ઇન્ટેલિજન્સ અને પોલીસ વિભાગે ખુબ મેહનત કરી છે.
શહેરી વિસ્તારોમા કેન્દ્રોને ફાળવવામા સહયોગ રહયો છે. અસામાજીક તત્વો સામે પોલીસની સતત વોચ હતી. અમારી કામગીરી પરીક્ષા લેવાની છે પણ જીલ્લા વહીવટીતંત્રનુ કામ અઘરૂ હોય છે. બુટ ચંપલની વાત હતી એ પણ નવી પધ્ધતિ છે. ડમી ઉમેદવારો જે બેસે છે તેમા સીસીટીવીને લઈ ચેક કરવામા આવ્યુ હતું. આ પરીક્ષામાં સંમતિ પત્રની જરૂરિયાત પ્રથમ વખત અમલી બનાવવામાં આવી છે. આગામી સમયમાં ચોમાસાને પગલે તલાટીની પરીક્ષા વેહલી લેવામાં આવી છે.
મહીસાગર જિલ્લામાં બનેલ બનાવ અંગે તેમણે કહ્યું કે કોઈ કારણસર OMR સીટમાં નંબરમાં ફેરફાર હોય ત્યારે રિપોર્ટ સાથે પરીક્ષા કેન્દ્ર દ્વારા મોકલવામાં આવતી હોય છે. જેને આધારે રિઝલ્ટ બનાવવામાં આવે છે. અનેક પરીક્ષાઓમાં આ બાબતો ક્યારેક બનતી હોય છે. જૂન મહિનામાં પરિણામ આપવાની તૈયારીઓ કરવામાં આવી છે. તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. સૌને અભિનંદન. સૌનો ખૂબ ખૂબ આભાર.