Bhavnagar News: ભાવનગરના તળાજાના ભાજપના ધારાસભ્ય ગૌતમ ચૌહાણના દીકરા ગૌરાંગ ચૌહાણ અને કોન્સ્ટેબલ  વચ્ચે મારામારીની ઘટનામાં ધારાસભ્યના પુત્રે કોન્સ્ટેબલ સામે ફરિયાદ કરી છે.


પોલીસ કર્મી અને ભાજપના ધારાસભ્યના પુત્ર વચ્ચેની મારા મારીનો વીડિયો સામે આવ્યા બાદ આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ધારાસભ્યના પુત્ર ગૌરાંગ ચૌહાણે કોન્સ્ટેબલ સામે ફરિયાદ કરી છે તો બીજી તરફ ધારાસભ્ય ગૌતમ ચૌહાણે આ મામલે એક ઓડિયો ક્લિપ દ્રારા બદનામ કરવાનું કાવતરૂ હોવાની વાત કરી છે.  શું છે સમગ્ર મામલો જાણીએ


ભાવનગરના તળાજાના ભાજપના ધારાસભ્ય ગૌતમ ચૌહાણના દીકરા ગૌરાંગ ચૌહાણ અને કોન્સ્ટેબલ  વચ્ચે વાહન ચલાવવા બાબતે બોલાચાલી થઇ હતા બાદ મામલો ગરમાતા મારી મારી સુધી પહોંચ્યો હતો અને બંને વચ્ચે છૂટાહાથે મારામારી થઇ હતી આ ઘટનાના દ્રશ્યો કેમેરામાં  કેદ થઇ છે. . ઘટનાના પગલે ગૌરાંગ ચૌહાણે કોન્સ્ટેબલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. તો બીજી તરફ કોન્સ્ટેબલે પણ ગૌરાંગ ચૌહાણ સામે ફરિયાદો કરી છે.  ગૌરાંગ ચૌહાણે કોન્સ્ટેબલે માર માર્યાની ફરિયાદ કરી છે.


આ સમગ્ર ઘટના દરમિયાન ભાજપના ધારાસભ્ય ગૌતમ ચૌહાણની  ઓડિયો ક્લિપ પણ સામે આવી છે. જેમાં તેમણએ જણાવ્યું છે કે, ... રાજકીય ષડ્યંત્ર રચીને પુત્રનું નામ ઉછાળીને બદનામ કરવાનો પ્રયાસ કરાયો છે. ઉપરાંત તેમણે કહ્યં કે, જો પુત્ર ગુનેગાર હશે તો તેને પણ સજા થશે,


Vadodara: તલાટી કમ મંત્રીના પરીક્ષાર્થી પર હુમલો, બસમાં બોલાચાલી થતાં સીટી બસના ડ્રાઇવરે હથિયાર કાઢી ગળામાં મારી દીધુ, ફરિયાદ દાખલ


Vadodara: રાજ્યમાં આજે ભારે સુરક્ષા વચ્ચે તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાઇ, આ દરમિયાન વડોદરામાંથી એક અનિચ્છનીય ઘટના સામે આવી છે, અહીં એક સીટી બસના ડ્રાઇવરે અમદાવાદથી તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા માટે આવેલા એક પરીક્ષાર્થી પર હુમલો કરી દીધો હોવાના સમાચાર છે. 


માહિતી પ્રમાણે, અમદાવાદથી સાહિલ રાઠોડ નામનો યુવાન તલાટી કમ મંત્રીન પરીક્ષા આપવા માટે વડોદરા પહોંચ્યો હતો. અહીં સીટી બસના દ્વારા સાથે બોલાચાલી થઇ જતાં બાદમાં ડ્રાઇવરે તેને ગાળાના ભાગે એક તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. 


તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા આવેલો ઉમેદવાર સાહિલ રાઠોડ અમદાવાદના બાપુનગરથી આજે પરીક્ષા આપવા માટે વડોદરા આવ્યો હતો. તે વાઘોડિયા પારુલ યૂનિવર્સિટી સુધી સીટી બસમાં જઈ રહ્યો હતો, લગભગ સવારે 10:45 વાગ્યાની આસપાસ વડોદરા પહોંચ્યા બાદ સાહિલ વડોદરાથી વાઘોડિયા સીટી બસમાં જઈ રહ્યો હતો. આ દરમિયાન બસના ડ્રાઈવર સાથે બોલાચાલી થઇ હતી અને ડ્રાઈવરે તીક્ષ્ણ હથિયારથી સાહિલ રાઠોડના ગળાના ભાગે ઘા કરી દીધો હતો. 


તીક્ષ્ણ હથિયારથી અચાનક હુમલો થતાં સાહિલ રાઠોડ ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો અને બાદમાં તેને સારવાર માટે એસ.એસ.જી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ સયાજીગંજ પોલીસ મથકમાં આ બનાવ અંગે સીટી બસના ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.