HC: GMERSના મેનેજમેન્ટ ક્વોટામાં GUJCET આધારે જ પ્રવશે લેવાનો રહેશે
abpasmita.in | 22 Sep 2016 12:22 PM (IST)
અમદાવાદઃ GMERSના સરેંડર કરેલા મેનેજમેન્ટના ક્વોટામાં ભણવા માગતા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી શકે છે. આજે હાઈકોર્ટે એક મહત્ત્વનો હુકમ આપ્યો છે. જે અનુસાર ચાલુ વર્ષે GMERS ના સરેંડર કરેલા મેનેજમેન્ટના ક્વોટામાં ભણવા માગતા વિદ્યાર્થીઓને ગુજસેટની પરિક્ષાના આધારે જ પ્રવેશ લેવાનો રહેશે. કોર્ટે NEET ના આધારે પ્રવેશની માગ નકારી દીધી છે. સરકારની રજૂઆતને ધ્યાનમાં રાખીને મેનેજમેન્ટ ક્વોટાની 105 બેઠકો પરની પ્રવેશ પ્રક્રિયા મામલે કોર્ટે ચુકાદો આપ્યો છે. હવે વિદ્યાર્થીઓએ GMERS ક્વોર્ટા અંતર્ગત ભણવું હશે તો તેમણે ગુજસેટ આપવી પડશે.