ઓછા વરસાદને પગલે સરકાર કૃત્રિમ વરસાદ પર વિચારી રહી છે
abpasmita.in | 21 Sep 2016 05:16 PM (IST)
ગાંધીનગરઃ રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં વરસાદ પૂરતા પ્રમાણમાં નહી થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. દેશના હવામાન વિભાગે ચોમાસા પહેલા સારા વરસાદની આગાહી કરી હતી પરંતુ તે મુજબનો વરસાદ ના પડતા કૃષિ પાકને નુક્સાન જવાની શક્યતાને લીધે રાજ્ય સરકારે કૃત્રીમ વરસાદની શક્યતાઓ ચકાશી રહી છે. આ મામલે મહેસૂલી મંત્રી ભૂપેદ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષસ્થાને બઠેક મળી હતી. આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમા રાજ્યમાં કૃત્રીમ વરસાદની શક્યતાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જોકે આ મામલે મંત્રી ભૂપેદ્રસિંહ ચુડસમાએ કૃત્રીમ વરસાદની શક્યાતાને નકારી દીધી હતી. અને જણાવ્યું હતું કે, રાજ્યમાં એક પણ તાલુકો 5 ઇંચથી ઓછા વરસાદ વાળો નથી.