હિંમતનગરઃ ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પેપર લીક મામલે એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. આજે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પેપર લીક મામલે 23 લાખ રૂપિયા કબ્જે લેવાયા છે. આરોપી દર્શન વ્યાસ ના ઘરે તપાસ કરતા 23 લાખ રકમ મળી આવી. આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે.

Continues below advertisement


અત્યાર સુધી ધરપકડ કરાયેલા આરોપીમાં કોઈ સરકારી કર્મચારી આરોપી નથી. અત્યાર સુધીમાં આઠ આરોપીની ધરપકડ કરાઈ છે. અન્ય આરોપીની શોધખોર ચાલી રહી છે. હજુ પણ કેટલાક નામો સામે આવી શકે છે. પ્રાંતિજ પોલીસ મથકે 11 આરોપી સામે ફરિયાદ નોંધાઇ છે. 
11 આરોપી પૈકી પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આઠ આરોપીને બપોર બાદ પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરાશે.


પેપરકાંડના આરોપી


જયેશભાઈ ઇશ્વરભાઈ પટેલ
જશવંતભાઈ હરગોવનભાઈ પટેલ
દેવલ જશવંતભાઈ પટેલ
મહેશકુમાર કમલેશભા​​​​​ઈ પટેલ
ચિંતન પ્રવીણભાઈ પટેલ
કુલદીપકુમાર નલિનભાઇ પટેલ
સતીષ ઉર્ફે હેપ્પી પટેલ
સુરેશભાઇ રમણભાઈ પટેલ
મહેન્દ્રભાઇ એસ. પટેલ
દર્શન કિરીટકુમાર વ્યાસ
ધ્રુવ ભરતભાઇ બારોટ


આ પેપરકાંડમાં પહેલા છ અને પછી વધુ બે આરોપીઓની જિલ્લા પોલીસે અટકાયત કરી હતી. મહેન્દ્ર પટેલ અને જસવંત પટેલની પોલીસે કરી અટકાયત હતી. મહેન્દ્ર પટેલ પોગલું ગામની ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદનો ઉમેદવાર છે.


જોકે, ગૌણ સેવા પસંદગી મંડળનો કર્મચારી લીકકાંડમાં જોડાયેલો છે કે નહીં તે અંગે સ્પષ્ટતા નહીં. આરોપીઓએ વિદ્યાર્થીઓ સાથે હોટલમાં ભોજન લીધા બાદ ફાર્મ હાઉસમાં પેપર સોલ્વ કરાવ્યું. ફૂટેલું પેપર 3 અલગ અલગ જગ્યાએ સોલ્વ કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ પોલીસ સ્ટેશનથી આરોપીઓના નામ જાહેર થશે. બાકીના ચાર આરોપીઓ પણ રડારમાં છે. ઝડપથી ધરપકડ કરાશે.  આરોપીઓએ પેપર ફોડી એક ફાર્મ હાઉસમાં બેઠક કરી હતી. 



 


પેપર ફોડનારને કડકમાં કડક સજા થાય તેવી કલમો ઉમેરાશે. ગૌણ સેવા પસંદગી મંડળ પાસેથી પોલીસ તમામ જાણકારી મેળવી રહી છે. પેપર ફોડનાર આરોપીને મીડિયા સમક્ષ રજૂ કરાશે. પરીક્ષા રદ કરવી કે નહીં તે અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. 


ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરીષદમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપરલીક થવા મુદ્દે મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, આ અંગે મીડિયા દ્વારા જાણ થતાં તપાસ કરવાની સૂચના આપવામાં આવી હતી. રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ પાસા હેઠળ તપાસ કરવામાં આવી હતી. 


 


તેમણે કહ્યું કે, પ્રથમ દિવસથી જ ગૃહ વિભાગ દ્વારા ઘનિષ્ઠ તપાસ થાય તે માટે તકેદારી રાખવામાં આવેલી છે. શંકાસ્પદ આરોપીઓને નાસી જવા કે છટકી જવા માટે કોઈ તક ન મળે તે માટે તમામ તકેદારીઓ ગૃહ વિભાગે રાખી હતી. ગૃહ વિભાગ દ્વારા 24થી વધુ ટીમો બનાવવામાં આવી હતી. 88 હજાર લોકોએ પરીક્ષા આપી હોય, યુવાનોએ પોતાના ભવિષ્યના સપના જોયા હોય.