Morabi Bridge Case Hearing:મોરબી ઝુલતા પુલની દુર્ઘટનાના કેસ મામલે આજે સતત ત્રીજા દિવસે સુનાવણી હાથ ધરાઇ હતી. કોર્ટે Oreva કંપનીને એમડી જયસુખ પટેલ પ્રતિ મૃતક  10 લાખનું  વચગાળાના વળતર  ચૂકવવાના આદેશ કર્યાં છે. તો ઇજાગ્રસ્તને બે લાખ રૂપિયાનું વચગાળાનું વળતર ચુકવવાનો હુકમ કર્યો છે.

ભારતના બંધારણ, અપકૃત્યના કાયદા અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓનો હવાલો ટાંકીને કોર્ટનું અવલોકન મુજબ  અહીં દુર્ઘટનામાં સરકારી મશીનરી અને કંપની બંનેની અલગ અને સંયુક્ત જવાબદારી દેખાય રહી  છે.કોર્ટે જણાવ્યું કે, “જે લોકોએ જિંદગી ગુમાવી છે તેની જિંદગી તો પરત કોઇ નહી આપી શકે. જિંદગીની  કોઈ કિંમત કે એનું કોઈ વળતર હોઇ ના શકે, અહીં તો માત્ર વતળતર ચૂકવવાનો પ્રયાસ થઇ શકે...આનો અર્થ... અમૂલ્ય જીવ ગયો હોય એનું વળતર કઈ રીતે નક્કી થાય, તે મુદે યોગ્ય ન્યાય થવો જોઇએ”


આ ઉપરાંત કોર્ટે તમામ મ્યુનિસિપલ વિસ્તારોમાં આવેલા બ્રિજનું રિપેરિંગ અને નીરિક્ષણ સહિતની  જવાબદારી નક્કી કરતી નિતી 15 દિવસમાં બનાવવા પણ  સરકારને હુકમ કર્યો છે.  ગઈ કાલે જ સુનાવણી દરમિયાન સપષ્ટ ષ્ટ કર્યું હતું, આ તો તમને તક આપવા માંગતા હતા, જોકે વચગાળાના વળતર અંગે અમે હુકમ કરી રહ્યા છીએ.કોર્ટે જયસુખ પટેલના વકીલ ને કહ્યું હતું કે વકીલ તરીકે તમારી મર્યાદા હોય શકે. આ પહેલા જયસુખ પટેલે પ્રતિ મૃતક 5 લાખ ચૂકવવાની તૈયારી દર્શાવી હતી.


2 દિવસ સુનાવણી દરમિયાન શું થઇ હતી દલીલ


મોરબી ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટના મુદ્દે થયેલી સુઓ મોટો અરજી પર આજે  સુનાવણી  હાથ ઘરાઇ હતી.  દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિજનોને વચગાળાના વળતર મામલે આજે હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી.Oreva જૂથ અને જયસુખ પટેલ તરફથી મૃતકો ને 5 લાખ વળતર અને ઇજાગ્રસ્તો ને 1 લાખ એડ હોક વળતર ચૂકવવા અંગે ની કોર્ટમાં તૈયારી દર્શાવી હતી,  જો કે આ મામલે કોર્ટે પૂછ્યું... શું તમારી દૃષ્ટિ એ આ વળતર પૂરું અને વ્યાજબી લાગે છે?.. કોર્ટે કહ્યું હતું કે,  આ રકમ વ્યાજબી નથી. જો કે જયસુખ પટેલ તરફથી જવાબ અપાયો હતો કે, આ એક  આ એડહોક વળતર હશે. તેમણે  વધુ વળતર ચૂકવવા તૈયારી દર્શાવી હતી. આ મુ્દ્દે આજે સતત ત્રીજા દિવસે પણ સુનાવણી હાથ ધરાઇ હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે પણ વચગાળાના વળતર માટે ગાઈડલાઈન આપી છે. 

આ પહેલાની સુનવાણીમાં કોર્ટે  પ્રાથમિક રીતે સંકેત આપ્યા હતા કે, જો સરકારે દસ લાખ વળતર ચૂકવતી  હોય તો આ વચગાળાના વળતરને 45% ગણાય જ્યારે કંપનીની 55% જવાબદારી નક્કી થાય, આ પ્રકારનું સુપ્રીમ કોર્ટનું અવલોકન છે.આનો અર્થ એ થાય છે કે આ થિયરી અને ગાઇડલાઇન પ્રમાણે દરેક મૃતકને વચગાળાના વળતર માં ઑરેવા કંપનીએ 12.5 લાખ રૂપિયા ચૂકવવા પડે. આ અંગે આજે ફરી સુનાવણી થઇ હતી.