દ્વારકામાં 25 વર્ષના યુવકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં શોકનો માહોલ

Heart attack:સૌરાષ્ટ્રમાં હાર્ટ અટેકથી યુવાઓના મોતનો સિલસિલો યથાવત છે

gujarati.abplive.com Last Updated: 08 May 2024 11:40 AM

બ્રેકગ્રાઉન્ડ

Heart attack: સૌરાષ્ટ્રમાં હાર્ટ અટેકથી યુવાઓના મોતનો સિલસિલો યથાવત છે. દ્વારકાના ખંભાળિયામાં એક 25 વર્ષીય યુવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, દ્વારકાના ખંભાળિયાના નવાપરા વિસ્તારમાં રહેતા 25 વર્ષીય નયન બેડીયા નામના યુવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું હતું. હાર્ટ અટેક આવ્યા બાદ નયનને તાત્કાલિક હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. 25 વર્ષના યુવકના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.