Heart Attack Death:રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. ભાવનગરમાં જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં 5 લોકોનો ભોગ હાર્ટ અટેકે લેતા હાહાકાર મચી ગયો છે.


ભાવનગરના રત્નાબેન વાઘેલા નામના 26 વર્ષીય પરિણીત મહિલાનું વરતેજ પાસે પોતાના વાડીએ અચાનક બેભાન થઈ જતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન હાર્ટ અટેક ના કારણે મોત થયું છે.


તો બીજી તરફ કુરેશી ભારવાડા મોતી તળાવ વાળા સિહોર તાલુકાના અગિયાળી ગામે આવેલ દરગાહમાં ઈબાદત કરી રહ્યા હતા તે સમયે હનીફ ભાઈને હાર્ટ અટેક આવતા તેમનું મોત થયું છે


ભાવનગરના શહેરના કરચલીયા પરા વિસ્તારમાં શિવજીભાઈ વાજા કે જેઓ  પોતાની પાનની દુકાનમાં બેઠા હતા તે સમયે હાર્ટ અટેક આવતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું છે.


ભાવનગરના સનેસ ગામે ગભાભાઈ વડલીયાને  અચાનક જ છાતીમાં દુખાવો થતા હાર્ટ અટેકના કારણે અવસાન થયું છે.ભાવનગર શહેરના પીછાલા વિસ્તારમાં રહેતા 45 વર્ષિય  હિતેશભાઈ તુવેરને રાત્રિના સમયે પોતાના ઘરે સુઈ રહ્યા હતા એ દરમિયાન હાર્ટઅટેકના કારણે  મોત થયું છે


આમ ભાવનગર શહેર અને જિલ્લામાં હાર્ટ એટેક ના કિસ્સાઓ સતત વધી રહ્યા છે.જેને લોકોમાં ચિંતા વધારી છે. તો બીજી તરફ અમદાવાદમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે. 40 વર્ષીય હસમુખ પંચાલ નામના વ્યક્તિનું મોત થયું છે. તેઓ શુક્રવારે રોજની જેમ બુક બાઇડિંગની કામગીરી  કરી રહ્યાં હતા આ દરમિયાન જ તેમને હાર્ટઅટેક આવતા મોત થયું છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.


આ પણ વાંચો 


Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકાર અને ભાજપ પ્રદેશ સંગઠનમાં ફેરફારને લઇને શું આવ્યા મોટા સમાચાર?


રસ્તા, પાર્કિંગ, ટ્રાફિક, પાર્કિંગ સમસ્યા મુદ્દે હાઈકોર્ટ લાલધુમ, પ્રશાસનને સાત દિવસનો સમય આપ્યો


નારી શક્તિ વંદના બિલથી લઇને ભારતની પ્રથમ રેપિડ ટ્રેન સુધી, વડાપ્રધાન મોદીએ છેલ્લા 30 દિવસોનું જાહેર કર્યુ 'રિપોર્ટ કાર્ડ'


ઇઝરાયલી સૈનિકોએ હમાસના આતંકીઓ પર હુમલો કરી બંધકોને છોડાવ્યા, IDFએ ઓપરેશનનો વીડિયો કર્યો જાહેર