Weather forecast:ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી કમોસમી વરસાદની કોઇ શક્યતા નથી. આગામી 24 કલાક સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં  તાપમાનની યથાસ્થિતિ રહેશે. તાપમાનમાં પણ બહુ કોઇ મોટા ફેરફારની શકયતા નહિવત છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 22 એપ્રિલ બાદ ફરી ગુજરાતમાં તાપમાનનો પારો ઉંચકાશે જેથી અકળાવી દેતી ગરમીનો અનુભવ થશે. તાપમાનનો પારો 22 એપ્રિલ બાદ 3થી 4 ડિગ્રી ઉંચકાઇ તેવું અનુમાન છે.

22 એપ્રિલથી કચ્છ, અમદાવાદ, રાજકોટ,ભાવનગર, અમરેલી,  ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રી પહોંચે તેવી શક્યતા છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં  ગીરસોમનાથ, જામનગર, દ્રારકા, પોરબંદર, માંડવીમાં ભેજવાળા પવન સાથે ગરમી અનુભવાતા બફારાની સ્થિતિ અનુભવાશે. આ સાથે કચ્છ, સૌરાષ્ટ્ર,માં પવનની ગતિ વધુ હોવાથી વંટોળની સ્થિતિ હજુ પણ યથાવત રહેશે ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં ધૂળભરી આંધી અને વંટોળની સ્થિતિ રહેશે.  

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં એપ્રિલના અંત સુધી આકરી ગરમીની આગાહી કરી છે તો મેના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.અંબાલાલના આંકલન  મુજબ  મેના પહેલા સપ્તાહમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.

હાલ અડધો દેશ આકરી ગરમી અને હીટવેવની ઝપેટમાં છે તો  અડધા વિસ્તારમાં ભારે વરસાદ, તોફાની પવન અને હિમવર્ષા ચાલુ છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં હવામાન એટલું ખરાબ છે કે ત્યાં મોટા પ્રમાણમાં વિનાશ સર્જાયો  છે. ભૂસ્ખલનના કારણે રસ્તા બ્લોક થતાં શાળા કોલેજમાં રજા જાહેર કરાઇ છે.

રામબન વિસ્તારમાં ભારે વરસાદને કારણે વાદળ ફાટવાથી ચેનાબ નદીમાં પૂર આવ્યું હતું. ભૂસ્ખલનને કારણે લોકોને ભારે નુકસાન થયું હતું. લદ્દાખમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જ્યારે ઉત્તર, પૂર્વ અને મધ્ય ભારત તીવ્ર ગરમીની લપેટમાં છે

આ રાજ્યોમાં વરસાદની સંભાવના છેભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આજે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત દેશના 23 રાજ્યોમાં તોફાન અને વરસાદની સંભાવના છે. 21-22-23 એપ્રિલ દરમિયાન વિદર્ભમાં ગરમ ​​પવનો ફૂંકાય તેવી શક્યતા છે.

22-24 એપ્રિલ વચ્ચે દક્ષિણ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ; રાજસ્થાન અને દક્ષિણ હરિયાણામાં 23 અને 24 એપ્રિલે વરસાદની સંભાવના છે. 22 એપ્રિલથી ઉત્તરપૂર્વ ભારતમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ અપેક્ષિત છે. આજથી, 22 એપ્રિલથી, ભારતના પૂર્વ ભાગોમાં ગરમી પડવાનું શરૂ થશે.