Kutch Accident: કચ્છના ભચાઉ હાઈવે પર એક સાથે ચાર નાના-મોટા વાહનોની જોરદાર ટક્કર સર્જાતા આગ લાગી ગઇ હતી. અકસ્માત બાદ ચારેય વાહનમાં આગ લાગતા બે લોકો જીવતા ભૂંજાયા હતા. આગની ચપેટમાં કાર આવી જતા એક પરિવારના બે વ્યકિતના કમકમાટીભર્યા મોત થયા છે. કારમાં સવાર અન્ય લોકો ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે ખસેડાયા છે. ફાયરવિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે.
આગ એટલી ભીષણ હતી કે, લોકોને બહાર નીકળવા સુધીનો મોકો ન આપ્યો. આગ લાગતા જ એક કાર ચપેટમાં આવી ગઈ અને અંદર સવાર બે વ્યકિતનું જીવતા ભૂંજાઈ જતા જ મોત થયું... જ્યારે અન્ય ગંભીર રીતે દાઝી જતા સારવારમાં હોસ્પિટલ ખસેડાયા.... ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો... આગની આ ઘટનામાં ચારેય વાહન બળીને સંપૂર્ણ ખાખ થઈ ગયા.
સમગ્ર અકસ્માતની વાત કરીએ તો પહેલા કાર અને આઇસર વચ્ચે અથડાયા હતા બાદ પાછળથી સ્પીડમાં આવતા 2 ટ્રેલર પણ આ કાર અને આઇસર સાથે અથડાયા હતા. જેના કારણે ચારેય વાહનોમાં આગ લાગી હતી. જેમાં એક ટ્રેલર ચાલકનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું. સ્થાનિકોએ અકસ્માતની જાણ કરતાં 108, પોલીસકાફલો અને ભચાઉ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
અમદાવાદના ખાડામાં વધુ એક જિંદગી હોમાઇ, મહિલાએ અકસ્માતમાં ગુમાવ્યો જીવ
Ahmedabad News: અમદાવાદના રોડના ખાડા વધુ એક વખત મોતના ખાડા બન્યાં છે. અહીં નરોડા અરવિંદ મિલના ગેટ નજીક અકસ્માતમાં પંજાબની એક મહિલાનું કરૂણ મોત થયું છે. અરવિંદ મિલના ગેટ નજીક આયસર ટ્રકની અડફેટે આવતા એક 28 વર્ષીય પંજાબની મહિલાનું મૃત્યુ થયું છે. ઉલ્લેખનિય છે કે, આ મહિલા પંજાબથી દર્શનાર્થે ગુજરાત આવી હતી. આઇસરની ટક્કર વાગવાથી મૃત્યું થયું છે. અરવિંદ મિલ પાસે રોડ પરના ખાડો અકસ્માતનું કારણ બન્યો છે. અહીં આયસર ટ્રક ખાડામાં ખાબકતા ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને મહિલાને ગંભીર ઇજા થતાં મહિલાનું કમમાટીભર્યુ મોત થયું છે. ઉલ્લેખનિય છે કે આ મહિલા પંજાબના છે અને અમદાવાદમા દર્શનાર્થે આવ્યા હતા. તેઓ ભદ્રકાળી મંદિરથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. હાલ પોલીસે આયસર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ખાડા વધુ એક વખત જીવલેણ સાબિત થતાં રાજ્યમાં સૌથી વધુ ટેક્સ ભરનાર અમદાવાદની પ્રજાને ચોમાસા બાદ રોડ-રસ્તાની ખરાબ હાલતને કારણે ભારે હાલાકીનો સામનો કરતી રહે છે. રોડ-રસ્તા પાછળ રૂપિયા 500 કરોડથી વધુનું બજેટ હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ખાડા પૂરવાના દાવા પોકળ સાબિત થતા રહે છે. અમદાવાદના આ એક વિસ્તારની સ્થિતિ નથી. અમદાવાદના શેલા, સાઉથ બોપલ, ચાંદખેડા, નિકોલ અને નરોડાના પણ અનેક રસ્તામાં મસમોટા ખાડા છે. જેના કારણે અવાર નવાર નાના મોટા અકસ્માત થતાં રહે છે અને નિર્દોષ પ્રજા તેનો ભોગ બનતી રહે છે પરંતુ આવી દુર્ધટના જેમાં આખે આખી જિંદગી હોમાઇ જાય છે કોઇના પાપે કોઇનો જીવ જાય છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રનું રૂંવાટુંય નથી ફરકતું અને સ્થિતિમાં ક્યારેય સુધારો નથી દેખાતો.