Gujarat Rain Forecast: સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની (rain) હવામાન વિભાગ (Meteorological department) આગાહી (forecast) છે. પાંચ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ આપવામાં આવ્યું છે. તો આઠ જિલ્લામાં ભારે વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે.
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહીને (forecast) પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો રાજકોટ અને જૂનાગઢમાં પણ આજે વરસાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અહીં આ વિસ્તારમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે.
દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદનું હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ તો સુરત, તાપી, ડાંગ અને નર્મદાની સાથે પંચમહાલ અને છોટા ઉદેપુરમાં પણ વરસાદનું યલો એલર્ટ અપાવામાં આવ્યું છે.હવામાન વિભાગની આગાહી (Meteorological department) મુજબ આજે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ.. દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદને લઇને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો દીવમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગની (Meteorological department) આગાહી કરવામાં આવી છે.
શનિવારે રાજ્યના 74 તાલુકામાં ધોધમાર વરસાદ (rain) વરસ્યો છે. વલસાડમાં 10.5 ઈંચ, તો ખેરગામમાં 8.5 ઈંચ વરસાદ વરસ્યો તો ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતના 50 માર્ગો બંધ થયા છે.
દેશના અન્ય રાજ્યોના હવામાનની વાત કરીએ તો દેશના પહાડી રાજ્યોમાં આજે ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તરાખંડ,અસમ,મેઘાલય,અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદ વરસી શકે છે.. તો મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર,ગોવા,તેલંગાણામાં પણ મેઘરાજા મહેરબાન થઈ શકે છે.ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં મૂશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. મેડિકલ કોલેજના ઈમરજન્સી, ઓપીડી વોર્ડમાં ભરાયા વરસાદી પાણી ભરાયા છે.. કોલેજના પ્રિન્સિપાલે બહાર આવવા માટે સ્ટ્રેચરનો સહારો લેવો પડ્યો છે.
શાહજહાંપુરમાં પૂરના પ્રકોપથી સ્થાનિકોની મુશ્કેલીઓ વધી છે. નીચાણવાળા વિસ્તારોના લોકોના ઘર પાણીમાં ગરકાવ થતા ઘરવખરીને પારાવાર નુકસાન થયું છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો ઘરની છત પર રહેવા મજબુર બન્યાં છે. રાહત અને બચાવની કામગીરીમાં એનડીઆરએફ અને સેનાને લગાવાઇ છે.