Rain Update:સતત પાંચ દિવસથી અમરેલી જિલ્લામાં સતત અનરાઘાર વરસાદ વરસી રહ્યો છે.  અમરેલી શહેર સહિત અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. સાવરકુંડલાના માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. શેરીઓમાંથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. શાળામાં પણ રજા આપવામાં આવી છે. ..તો આંબરડી ગામના બજારમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવી રહ્યાં છે.


ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અમરેલીની શેત્રુંજી નદીમાં  ઘોડાપૂર આવ્યું છે.જીવનમુક્તેશ્વર મહાદેવ મંદિરમાં પાણી ફરી વળ્યા છે. ધારી સહિત સરસીયા, ફાચારિય, ગોવિંદપુર અને ગીર વિસ્તારમાં પણ ભારે વરસાદ આફતરૂપ બની રહ્યો છે. વાવણી કરી દીધી છે એવા ખેડૂતોને પાકના નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.


પાણીના તેજ પ્રવાહના કારણે ટ્રક રસ્તા પરથી ઉતરી ગયો અમરેલીના બગસરામાં મુંજીયાસર ડેમ ઓવર ફ્લો થતા સાતલડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેના પ્રવાહમાં આવી જતા ટ્રક રસ્તા પરથી નીચે  ઉતરી ગયો હતો....બે ક્રેનની મદદથી ટ્રકને કાઢવામાં બહાર આવ્યો હતો.


ભાવનગરના વલ્લભીપુર પંથકમાં ધોધમાર વરસાદથી ખેતરોમાં પાકનું ધોવાણ


ભાવનગરના વલ્લભીપુર પંથકમાં ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પાણીમાં ગરકાવ થઇ ગયા છે. વલ્લભીપુર, ચમારડી, કાનપર અને પાનવી સહિતના વિસ્તારોમાં ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે.  ખેડૂતોએ કરેલા વાવેતર પર પાણી  ફરી વળતાં ખેડૂતોની ચિંતા વધી છે.


રાજ્યભર જળબંબાકારની સ્થિતિ,છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ


સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. હવામાન વિભાગની આગાહી મુજબ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે  આગામી ત્રણથી પાંચ દિવસ વરસાદનો અનુમાન છે. ગત 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા, જાણીએ ક્યાં તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો. ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 27 પોઈન્ટ 72 ટકા વરસાદ વરસ્યો. સૌથી વધુ કચ્છમાં  સરેરાશ 87 પોઈન્ટ 33 ટકા વરસાદ થયો,...સૌરાષ્ટ્રમાં 41 પોઈન્ટ 18 ટકા અને  ઉત્તર ગુજરાતમાં વરસ્યો 27 પોઈન્ટ 33 ટકા વરસાદ વરસ્યો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ વરસ્યો.


રાજ્યમાં અતિભારે વરસાદને લઈને એનડીઆરએફની અલગ અલગ છ ટીમો રાજ્યના અલગ અલગ શહેરોમાં ફાળવવામાં આવી છે. સૌરાષ્ટ્રના જુનાગઢ,જામનગર સહિતના વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ પહોંચશે. હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં હજુ પણ આગામી ત્રણથી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.  ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણથી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે અને ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.