= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમદાવાદમાં ફરી શરૂ થયો વરસાદ અમદાવાદમાં ફરી વરસાદ શરૂ થયો છે. શહેરના બાપુનગર, નિકોલ, અમરાઈવાડી, ઈન્ડિયાકોલોની, એસજી હાઈવે, બોપલ સહિતના વિસ્તારમાં વરસાદ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પાવાગઢ પગથિયા પર પાણીનો પ્રવાહ યાત્રાધામ પાવાગઢ પગથિયા પર અવિરત પાણીનાં પ્રવાહ વચ્ચે પગથિયા ઉપર તિલક કરી દર્શન કરવાનો વિડિયો સામે આવ્યો છે. પાણીનાં પ્રવાહ વચ્ચે ભક્ત દ્વારા તિલક કરી માનતા પુરી કરતા હોવાનો વિડિયો વાયરલ થયો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાજકોટના જેતપુર છેલ્લા 5 દિવસથી અનરાધાર વરસાદ રાજકોટના જેતપુરમાં મેઘ મહેર હવે કહેર બની ગયો છે. છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસાદના કારણે નવાગઢના ઈલાહી ચોકના કારખાનાઓમાં ઘૂંટણ સામે પાણી ભરાયા છે. કાપડ, મશિનરી, વાહનો સહિતનો સામાન પાણીમાં ડૂબ્યા છે. નીચાણવાળા વિસ્તારના મજૂરોના ઘરોમાં પાણી ભરાઇ જતાં તા ઘરવખરીને ભારે નુકસાન પહોચ્યું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમદાવાદમાં ભારે વરસાદમાં પ્રિમોન્સૂન પ્લાનનું ધોવાણ, 15 ફૂટ મોટો ભૂવો પડ્યો અમદાવાદના જમાલપુરની કાચની મસ્જિદ પાસે રોડ મહાકાય ભુવો પડ્યો છે જેમાં આખે આખી કાર ગરકાવ થઈ જાય. 15 ફૂટનો ભુવો પડતા રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. ભૂવાના પગલે એક તરફના રસ્તાના વાહન વ્યવહારને પણ ભારે અસર પડી છે. ભુવા પાસે આવેલી દુકાન માલિકોની ચિંતા પણ વધી છે. કોઇ દુર્ઘટના ન થાય માટે AMC ભુવાને કોર્ડન કર્યો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમરેલીમાં મેઘરાજા મહેબાન, રસ્તાઓ થયા પાણીમાં ગરકાવ સતત પાંચ દિવસથી અમરેલી જિલ્લા પર મેઘો મહેરબાન થયો છે. અમરેલી શહેર સહિત અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. સાવરકુંડલાના માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. શેરીઓમાંથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. શાળામાં પણ રજા આપવામાં આવી છે. ..તો આંબરડી ગામના બજારમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવી રહ્યાં છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બહુચરાજી વરસાદ બન્યો આફતરૂપ, રેલવે ગરનાળું જળમગ્ન ધોધમાર વરસાદ વરસતા બહુચરાજી શંખલપુર વચ્ચેના રેલવે ગરનાળું તળાવમાં ફેરવાઇ ગયું છે. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે.10 ગામને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાતા લોકોની પરેશાનીમાં વધારો થયો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાજકોટના ઉપલેટામાં મૂશળધાર વરસાદ રાજકોટના ઉપલેટાના જીવાદોરી સમાન મોજ ડેમ ઓવરફ્લો થયો છે. મોજીરા ગામ પાસે આવેલ મોજ ડેમના 27 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા પીવાના અને સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ થયો છે.
મુશળધાર વરસાદના કારણે રાજકોટની ભાદર નદીમાં ધોડાપૂર આવ્યું છે. નદીના હેઠવાસમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યું છે. જેતપુર અને ગોંડલમાં વરસેલા વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધ્યો છે. ભાદર- 2 ડેમમાં પાણીની આવક થતાં 6 દરવાજા ખોલવામાં આવ્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બોટાદના ગઢડા ભારે વરસાદ, બાઇક સવાર પાણીમાં તણાયો બોટાદના ગઢડામાં ધોધમાર વરસાદે જનજીવને પ્રભાવિત કર્યું છે. ઢસા તાબેના મોટા ઉમરડા પાસે બાઈક સાથે એક વ્યક્તિ પાણીના પ્રવાહમાં તણાયો. રેસ્ક્ય માટે સ્થાનિક લોકોએ અને ફાયર વિભાગે કવાયત હાથ ધરી હતી
બોટાદના બરવાળામાં ધોધમાર વરસાદના કારણે બરવાળાના કુંડળ દરવાજા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા રાહદારી અને વાહન ચાલકોની પરેશાની વધી છે. સતવારા શેરી વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે. કેટલાક ઘરોમાં પણ વરસાદી પાણી ઘુસી જતાં ઘરવખરીન નુકસાન પહોંચ્યું છે. સ્થાનિકોને હાલાકી.... વહેલી તકે પાણીના નિકાલ માટે મદદની માંગણી કરી રહ્યાં છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભાવનગરના વલ્લભીપુર પંથકમાં ધોધમાર વરસાદથી ખેતરોમાં પાકનું ધોવાણ ભાવનગરના વલ્લભીપુર પંથકમાં ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પાણીમાં ગરકાવ થઇ ગયા છે. વલ્લભીપુર, ચમારડી, કાનપર અને પાનવી સહિતના વિસ્તારોમાં ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. ખેડૂતોએ કરેલા વાવેતર પર પાણી ફરી વળતાં ખેડૂતોની ચિંતા વધી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
જૂનાગઢના વિસાવદર પંથકમાં ધોધમાર વરસાદ,ખેડૂતોનું ધોવાણ જુનાગઢના વિસાવદર પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહયો છે. વિસાવદર હાઈવે પાસે ખેતરો બેટમાં ફેરવાયા છે. વાવણી કરેલા પાકમાં પાણી ફરી વળ્યા છે. જમીન ધોવાતા ખેડૂતોને પણ નુકસાન થયું છે. જૂનાગઢના ભેસાણ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો અહી 2 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો. ઉપરવાસમાં ભારે વરસાદથી ભેસાણમાં જનજીવન પ્રભાવિત થયું છે.અનેક ખેતરો બેટમાં ફેરવાયા. નદી-નાળાઓમાં પાણીની ભારે આવક થઇ છે.જૂનાગઢના વંથલીનું આખા ગામ બેટમાં ફેરવાયું છે. ગામની મુખ્ય બજારમાં અને મોટા ભાદના અનેક રસ્તા પાણી-પાણી થયા છે. ઉપર વાસમાં સારો વરસાદ વરસતા આખા ગામમાં જળબંબાકારની સ્થિતિ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગીર સોમનાથ :સનખડાથી ખત્રીવાડા તરફનો રસ્તો બંધ ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના કારણે ઉનાની રૂપેણ અને માલણ નદીમાં પૂર આવ્યું છે.સ નદી બે કાંઠે વહેતી થઇ છે. ખત્રીવાડા ગામના કોઝવે પર પણ નદીના પાણી ફરી વળ્યા છે. સનખડાથી ખત્રીવાડા તરફનો રસ્તો બંધ થયો છે. વાહન વ્યવહાર ખોરવાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગીર સોમનાથમાં ગીર ગઢડામાં મૂશળધાર વરસાદના કારણે ચીખલ કુબા નેસમાં આવેલ રાવલ ડેમના વધુ 2 દરવાજા ખોલવામાં આવતા ઉનાના 19 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કચ્છમાં ભારે વરસાદ, અંજાર તાલુકાનો ટપ્પર ડેમ ઓવરફ્લો કચ્છના અંજાર તાલુકાનો ટપ્પર ડેમ ઓવરફ્લો થયો છે. પાણીની સતત આવક થતા જીવાદોરી સમાન ટપ્પર ડેમ ઑવરફ્લો થયો છે. ડેમના 7 દરવાજા ખોલાતા નદીનું જળસ્તર પણ વધ્યું છે. .નદીના પટમાં લોકોને અવરજવર ના કરવા માટે સૂચના અપાઇ છે. .
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાજયમાં ભારે વરસાદના પગલે કુલ 218 રસ્તા બંધ રાજયમાં ભારે વરસાદના પગલે કુલ 218 રસ્તા બંધ કરવામાં આવ્યાં છે. 9 સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના 198 રોડ વરસાદના કારણે બંધ કરવામાં આવ્યાં છે. સૌથી વઘુ નવસારીમાં 67 માર્ગો બંધ કરવામાં આવ્યાં છે. તો રાજયમાં કુલ 32 રૂટ રદ કરાયા છે. 32 રૂટની 104 ટ્રીપ વરસાદના કારણે બંધ કરવામાં આવી છે. વરસાદી પાણી ફરી વળતા અનેક ઠેકાણે રસ્તાઓને ભારે નુકસાનના અહેવાલ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બનાસકાંઠા: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, રસ્તા પર વાહનોની કતાર બનાસકાંઠામાં વરસી રહેલા સતત વરસાદની જનજીવન પર વિપરિત અસર થઇ રહી છે. અહીં રસ્તા પર પાણી ભરાતા અમદાવાદ-આબુ હાઈવે પર વાહન ચાલકો અટવાયા હતા જેથી હાઈવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, વડગામ, દાંતીવાડામાં પંથકમાં બે ઈંચ વરસાદ પડ્યો. પાલનપુરમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા. બિહારીબાગથી ન્યુ પાલનપુર સુધીના માર્ગ પર પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા અહી ટ્રક પલટી ગઇ હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Gir Somnath: અનારધાર વરસાદ બન્યો આફતરૂપ, ખત્રીવડા ફેરવાયું બેટમાં ગીર સોમનાથમાં અનારધાર વરસાદ હવે આફતરૂપ બની રહ્યો છે. અહીં ઉના તાલુકાનું ખત્રીવડા ગામ પાણીના ભરાવાના કારણે બેટ માં ફેરવાઇ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ગામની ત્રણેય દિશાઓમાં નદી અને ચોથી દિશા માં સમુદ્ર તટ હોવાથી ગામની ચારે કોર અને ગામ ની અંદર પાણી નો ભારે ભારાવો થઇ રહ્યો છે. જેના કારણે આ ગામ સંપૂર્ણ સંપર્ક વિહાણું બની જતાં લોકો પારાવાર મુશ્કેલીનું સામનો કરી રહ્યાં છે.
ગીર સોમનાથના ગીર ગઢડાનો કોઝવે શાહિ નદીના પુરમાં ગરકાવ થઇ ગયો છે. ગીર ગઢડાના અનેક ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થતા સુરત જતી ખાનગી બસના મુસાફરો ફસાયા હતા. કોઝવેના બેન્ને કાંઠે લોકો ફસાયા છે. વાહન વ્યવહાર ઠપ્પ થતા જનજીવન ખોરવાયું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ NDRFની ટીમ સ્ટેન્ડ બાય સમગ્ર જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આઠ ડેમ ઓવરફ્લો થતાં 41 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમ બરોડાથી બોલાવવામાં આવી છે. એનડીઆરએફની ટીમને હાલ કેશોદ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ વિસાવદર તાલુકામાં નોંધાયો છે. જુનાગઢમાંથી પસાર થતી સોનરખ નદી બે કાંઠે વહેતી થઈ છે. જુનાગઢના ગિરનારમાં છેલ્લા 24 કલાકથી વરસાદને લઈને નદીઓ ગાંડીતુર થઈ છે. ગરવા ગિરનારના પહાડોમાં સતત વરસાદને લઈને પાણીનો પ્રવાહ નદીઓમાં યથાવત છે. નદીઓમાં સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે નીચાણ વાળા અનેક ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કચ્છમાં ભારે વરસાદ, નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ ગાંધીધામ અંજાર હાઈ વે પર પાણી ભરાયા છે. જેના કારણે ટ્રાફિક પણ ખોરવાયો છે. 5 કીલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. કચ્છમાં અંજારની સાંગ નદીના પટમાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોનું પોલીસે રેસ્ક્યૂ કર્યું છે. જીવના જોખમે પોલીસ કર્મચારીઓએ 30 જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું છે. ભારે વરસાદના એલર્ટના પગલે લોકોને નીચાણવાળા વિસ્તારો છોડી સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.
કચ્છ જિલ્લામાં ભારે વરસાદ હવે આફતરૂપ બન્યો છે. ગાંધીધામ રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી ઘુંટણસમા પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો પણ પરેશાન થઇ રહ્યા છે.પૂર્વ કચ્છમાં ભારે વરસાદથી ડેમોમાં પાણીની ભરપૂર આવક થઇ રહી છે. જેના પગલે વર્ષો બાદ ટપ્પર ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યાં છે. અહીં નદીના પટમાં લોકોને ન જવા સૂચના અપાઇ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા, જુનાગઢ સાંબેલાધાર વરસાદ બન્યો આફતરૂપ સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ ભારે વરસાદ થતા ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જુનાગઢમાં સાંબેલાધાર વરસાદથી સ્થિતિ વણસી છે. ઘેડ વિસ્તારમાં આવેલા મતીયાણા ગામમાં ચારે કોર પાણી જ પાણી છે. ઘેડ પંથકના ગામડાઓ અને સીમમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. ગામની અંદર પણ અઢીથી ત્રણ ફૂટ સુધી પાણી ભરેલું જોવા મળ્યું છે. ઘેડ વિસ્તારના અનેક ગામડાઓની આ પરિસ્થિતિ છે.