Mahisagar News: મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વિરામ બાદ મેઘરાજાએ ધૂંવાધાર એન્ટ્રી કરતાં સમગ્ર જિલ્લામાં વરસાદી મોહાલ જામ્યો છે.


મહીસાગર જિલ્લાના લુણાવાડામાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસતા લુણાવાડાના બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ખાનપુર, સંતરામપુર, બાલાસિનોરમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. કડાણા તાલુકામાં પણ ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. ખાનપુર અને લુણાવાડા તાલુકામાં બે બે ઈંચ વરસાદ વરસ્યો છે. સંતરામપુર તાલુકામાં ધોધમાર સવા ઇંચ વરસાદ વરસ્યો. કડાણા, બાલાસિનોર અને વીરપુર તાલુકામાં પણ સવારથી મેઘરાજાએ જમાવટ કરી છે.


અમદાવાદમાં મોડી રાતથી મેઘરાજાનું આગમન, શહેરમાં અત્યાર સુધીમાં 5 ઇંચ વરસ્યો


Ahemdabad Rain:અમદાવાદ શહેર વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયું છે.  તમામ વિસ્તારમાં હળવો વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.


ગઇ કાલે ભારે ગરમી અને બફારા બાદ ગત મોડી રાતથી અમદાવાદના સમગ્ર શહેરમાં મેઘરાજાનું આગમન થતાં ગરમી અને બફારાથી રાહત મળી છે. અમદાવાદમાં ગત મોડી રાતથી અત્યાર સુધીમાં 5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદ પૂર્વમાં પોણો ઈંચ,અમદાવાદ પશ્ચિમમાં એક ઈંચ,અમદાવાદ ઉત્તર-પશ્ચિમમાં એક ઈંચ,દક્ષિણ-પશ્ચિમમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે. અમદાવાદ મધ્યમાં પોણો ઈંચ વરસાદ પડ્યો, અમદાવાદ ઉત્તરમાં અડધો ઈંચ તેમજ અમદાવાદ દક્ષિણમાં એક ઈંચ વરસાદ વરસ્યો, અમદાવાદ શહેરમાં અત્યારે પણ ઝરમર વરસાદ શરૂ થયું. અમદાવાદમાં ભારે પવન સાથેના વરસાદ વરસતા શહેરના અનેક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થયા છે. મીઠાખળી વિસ્તારમાં મહાકાય વૃક્ષ ધરાશાયી થયા છે. ફાયરની ટીમે વૃક્ષને દૂર કરી રસ્તો  ખુલ્લો કર્યો  હતો.


ગોંડલ તાલુકામાં ધોધમાર 3 ઈંચ વરસાદ વરસ્યો










બોટાદમાં રેલવે અંડરપાસમાં પાણી ભરાયા



બોટાદ શહેર અને જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી બોટાદમાં રેલવે અંડરપાસમાં પાણી ભરાયા હતા. સારંગપુર રોડ પરના અંડરપાસમાં પાણી ભરાયા હતા. એક ફૂટ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા. બોટાદ પાલિકાની કામગીરી પર ફરી સવાલ ઉઠી રહ્યા છે. 


ભારે વરસાદથી નડીયાદમાં પાણીમાં કાર ફસાઈ



ખેડા અને આણંદ જિલ્લામાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી નડીયાદમાં પાણીમાં કાર ફસાઈ હતી. શ્રેયસ ગરનાળામાં ભરાયેલા પાણીમાં  કાર ફસાઇ હતી. કારમાં ફસાયેલા ચારેય લોકોનું  રેસ્ક્યૂ કરાયું હતું.