અમદાવાદ: રાજ્યમા છેલ્લા ઘણા દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 13 ઓગસ્ટથી લઈને બે દિવસ સુધી એટલે કે 15 ઓગસ્ટ સુધી સારો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, મહિસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 15 ઓગસ્ટના સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા છે.રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે બંગાળ પર લો પ્રેશર સર્જાયું છે, આ સિસ્ટમ હવે ગુજરાત તરફ ફંટાઇ રહી છે, આથી હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે છે. 14થી 16 ઓગસ્ટના ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે.