Weather Forecast:હવામાન વિભાગની આગાહી, આજે અને આવતી કાલે માટે ભારેથી અતિભારે વરસાદનો અનુમાન વ્યક્તકર્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદનો અનુમાન છે.
હવામાન વિભાગના તાજા અપડેટસ મુજબ ગુજરાત માટે આગામી 24 કલાક હજુ પણ ભારે રેહશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ ભારે વરસાદનો અનુમાન છે.આ બંને ઝોન સિવાય આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રેહશે.
આ 2 જિલ્લામાં અતિ ભારે વરસાદનો અનુમાન
હવામાન વિભાગે સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. અમરેલી અને જૂનાગઢમાં આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદનો અનુમાન છે. ,નવસારી, વલસાડ, દમણ,સુરતમાં રણ અતિભારે વરસાદનો અનુમાન છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ હાલ 2 વરસાદી સિસ્ટમ શ્યોર અને સાઈસર સક્રિય છે, જેના પગલે 2 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે, બાદ વરસાદનું જોર ઘટી શકે છે. અમદાવાદમાં પણ આજે સામાન્યથી ભારે વરસાદનો અનુમાન છે. આગામી 2 દિવસ રાજ્યમાં પવનની ગતિ 30 કિમી આસપાસ રહ્શે. અતિભારે વરસાદના અનુમાનના પગલે આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં 3 જુલાઈથી વરસાદનું જોર ઘટશે.
વલસાડના ધરમપુરમાં ફાટ્યું આભ, જાણો કેટલો ખાબક્યો વરસાદ
- ગુજરાતમાં હાલ મેઘરાજાએ જમાવટ કરી છે. સૌરાષ્ટ્રમાં તો જાણે જળપ્રલય થયો હોય તેવી સ્થિતિ છે. આ દરમિયાન વલસાડના ધરમપુરમાં આભ ફાટ્યું હોય છ કલાકમાં છ ઈંચ વરસાદ ખાબકતાં ચારેબાજુ પાણી જ પાણી છે.
ક્યાં કેટલો પડ્યો વરસાદ
- જુનાગઢના ભેસાણમાં 6 કલાકમાં 6 ઈંચ વરસાદ
- વિસાવદર તાલુકામાં 6 કલાકમાં 6 ઈંચ વરસાદ
- અમરેલીના ધારી તાલુકામાં સવા પાંચ ઈંચ વરસાદ
- નવસારીના ખેરગામમાં સાડા ચાર ઈંચ વરસાદ
- વલસાડના પારડી તાલુકામાં ચાર ઈંચ વરસાદ
- વાપી, જલાલપોર અને મહુવામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- વલસાડ અને ચીખલી તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ
- તાલાલા અને નવસારી શહેરમાં 3 ઈંચ વરસાદ
રાજયમાં ભારે વરસાદના પગલે કુલ 218 રસ્તા બંધ
રાજયમાં ભારે વરસાદના પગલે કુલ 218 રસ્તા બંધ કરવામાં આવ્યાં છે. 9 સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના 198 રોડ વરસાદના કારણે બંધ કરવામાં આવ્યાં છે. સૌથી વઘુ નવસારીમાં 67 માર્ગો બંધ કરવામાં આવ્યાં છે. તો રાજયમાં કુલ 32 રૂટ રદ કરાયા છે. 32 રૂટની 104 ટ્રીપ વરસાદના કારણે બંધ કરવામાં આવી છે. વરસાદી પાણી ફરી વળતા અનેક ઠેકાણે રસ્તાઓને ભારે નુકસાનના અહેવાલ છે.
Join Our Official Telegram Channel: