અત્યાર સુધીમાં ગુજરાતમાં સીઝનનો 94.89 ટકા વરસાદ નોંધાયો છે. 29 ઓગસ્ટ-2019ની સ્થિતિએ રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 35 જળાશયો 25થી 50 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 35 જળાશયો છલોછલ ભરાઈ ગયા છે. 54 જળાશયો 70થી 100 ટકા તેમજ 22 જળાશયો 50થી 70 ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના 85.33 ટકા ભરાયું છે.
રાજ્યમાં હાલમાં 5,000 ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં 4,46,725, કડાણામાં 84,522, ઉકાઇમાં 70,763, વણાકબોરીમાં 69,357, પાનમમાં 6,148 ક્યુસેકનો સમાવેશ થાય છે.