Rain Live Update: પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ, શાળા જાહેર કરાઇ રજા, જાણો વધુ અપડેટ

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતા રેડ એલર્ટ જાહેર કર્યું છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 20 Jul 2024 03:27 PM

બ્રેકગ્રાઉન્ડ

Rain Live Update: 19 જુલાઇએ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ 20 જુલાઇએ એટલે કે આજે પણ (Meteorological Department) હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને (rain) લઇને રેડ એલર્ટ જાહેર કર્યું છે. અત્યંત ભારે...More

Gujarat Rain live update: દ્રારકામાં બારેમેઘખાંગા, અનેક ગામ બેટમાં ફેરવાયા

હવામાન વિભાગની આગાહી વચ્ચે દ્વારકામાં મેઘતાંડવની સ્થિતિ છે. ધોધમાર વરસાદથી દ્વારકાનો ગ્રામ્ય વિસ્તાર પ્રભાવિત થયો છે. અનેક ગામ બેટમાં ફેરવાયા છે. અને રસ્તાઓ રસ્તા જળમગ્ન બન્યા છે. ચરકલા માર્ગ પરના ગામડાઓમાં વરસાદી પાણી ભરાયા છે. ચરકલા નજીક ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઑપરેશન કરવામાં આવ્યું હતું.