ગાંધીનગર :  રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે.   ગુજરાતમાં સામાન્ય રીતે 20 જૂને શરૂ થતું ચોમાસુ આ વખતે મોડું શરૂ થયુ છે.  જેને લઇને આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  જેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં તો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે.  


આજે વહેલી સવારથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.  અમદાવાદના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક જોવા મળીહતી. ગુજરાતમાં આજથી  વિધિવત રીતે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે. 


ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  48 કલાકમાં આખા ગુજરાતમાં ચોમાસું બેસવાનું અનુમાન છે. આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘમહેર થઈ છે. રાજકોટ, અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છે. 


આ જિલ્લાઓમાં પડશે વરસાદ


વલસાડ, નવસારી, સુરતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દમણમાં પણ વરસાદી માહોલ જોવા મળશે.   આગામી બે દિવસ સુધી વલસાડ, સુરત, નવસારી,  દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.  આ સિવાય  સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, બાટોદ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર,  સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 


અમરેલી જિલ્લામાં વરસાદ


અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છે.   અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.   અમરેલીથી સાવરકુંડલા વચ્ચે મેઘમહેર થઈ છે.   ગોખરવાળા, લાપાળીયા, ચક્કરગઢમાં વરસાદ વરસ્યો છે.   દેવળીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.   અમરેલી શહેર અને વડિયા શહેરમાં પણ વરસાદ વરસ્યો છે. 


સાંજે 4થી 6 વાગ્યામાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ


હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે. સાંજે 4થી 6 વાગ્યા વચ્ચે રાજ્યના 32 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લામાં આજે સવારથી જ મેઘમહેર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે. 



  • ભરૂચમાં -1.5 ઈંચ

  • વાગરામાં -1.5 ઈંચ

  • ગોંડલમાં - 1 ઈંચ

  • બાબરામાં - 1ઈંચ

  • રાજકોટમાં- 1 ઈંચ

  • લાઠીમાં- 1 ઈંચ