Weather Update:ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ જમાવટ કરી છે. સ્કાયમેટના અનુમાન મુજબ આવતી કાલે એટલે 7 જુલાઇએ અમરેલી, ભાવનગર, આણંદ ભારે વરસાદનો અનુમાન છે. તો 8 જુલાઇએ કચ્છ, જામનગરમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે.


ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ જમાવટ કરી છે. સ્કાયમેટના અનુમાન મુજબ આવતી કાલે એટલે 7 જુલાઇએ અમરેલી, ભાવનગર, આણંદ ભારે વરસાદનો અનુમાન છે. તો 8 જુલાઇએ કચ્છ, જામનગરમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે.


આ જિલ્લામાં  7 જુલાઇએ ઓરેન્જ અલર્ટ     


હવામાનની વેબસાઇટ સ્કાઇમેટ મુજબ 7 જુલાઇએ સુરેન્દ્રનગર,બોટાદ,ભરૂચ,સુરત,નવસારી,દમણ,વલસાડ,રાજકોટ, જૂનાગઢ,ગીર સોમનાથ,અમદાવાદ,વડોદરા,છોટા ઉદેપુર,નર્મદા,તાપી,ડાંગમાં સામાન્યથી ભારે વરસાદ થઇ શકે છે.  


8 જુલાઈએ આ પાંચ જિલ્લામાં મેઘાંડબર


હવામાનની વેબસાઇટ સ્કાઇમેટ મુજબ આગામી 8 જુલાએ બનાસકાંઠા,સાબરકાંઠા,પાટણ,દ્વારકા,પોરબંદર સહિતના આસપાસના વિસ્તારમાં વરસાદ થઇ શકે છે.


મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ, રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા


મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વિરામ બાદ મેઘરાજાએ ધૂંવાધાર એન્ટ્રી કરતાં સમગ્ર જિલ્લામાં વરસાદી મોહાલ જામ્યો છે.


મહીસાગર જિલ્લાના લુણાવાડામાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસતા લુણાવાડાના બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ખાનપુર, સંતરામપુર, બાલાસિનોરમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. કડાણા તાલુકામાં પણ ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. ખાનપુર અને લુણાવાડા તાલુકામાં બે બે ઈંચ વરસાદ વરસ્યો છે. સંતરામપુર તાલુકામાં ધોધમાર સવા ઇંચ વરસાદ વરસ્યો. કડાણા, બાલાસિનોર અને વીરપુર તાલુકામાં પણ સવારથી મેઘરાજાએ જમાવટ કરી છે.


અમદાવાદમાં મોડી રાતથી મેઘરાજાનું આગમન, શહેરમાં અત્યાર સુધીમાં 5 ઇંચ વરસ્યો


Ahemdabad Rain:અમદાવાદ શહેર વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયું છે.  તમામ વિસ્તારમાં હળવો વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.







Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial