Rain forecast:હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ કલાકમાં અમદાવાદ સહિત 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આજે સવારથી રાજ્યમાં પંચમહાલ, ખેડા, વડોદરામાં વરસાદ પડ્યો હતો. આગામી ત્રણ કલાક પણ વરસાદનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. જે મુજબ મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. ખેડા, આણંદ, પંચમહાલમાં પણ વરસાદની આગાહી છે.ઉપરાંત સૌરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, બોટાદ, મોરબીમાં પણ વરસાદનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. ઉપરાંત અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે ગાજવીજ સાથે  વરસાદ થઇ શકે છે.  


મુંબઇમાં આજે ચોમાસાએ દસ્તક દીધી છે ત્યારે એક સપ્તાહ બાદ ગુજરાતમાં પણ વિધિવત ચોમાસું દસ્તક દે તેવો અનુમાન હોય છે. જો તે વિધિવત ચોમાસાના દસ્તક પહેલા જ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે સવારથી પંચમહાલ, ખેડા, વડોદરામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં લોકોને બફારાથી રાહત મળી છે.


ધોધમાર વરસાદથી ગોધરાના કેટલાક વિસ્તારો જળબંબાકાર થયા છે. નીચાણવાળા વિસ્તારોની સોસાયટીઓમાં પાણી ભરાયા છે. ગોધરા APMCમાં શાકભાજીના થેલા વરસાદી પાણીમાં વહેતા થયા.


ખેડાના નડિયાદમાં માત્ર એક કલાકના વરસાદમાં નીચાણવાળા વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. નડિયાદ ના રબારીવાડ વિસ્તાર, વૈશાલી ગરનાળા, માઈ મંદિર ગરનાળા, ખોડીયાર ગરનાળામાં પાણી ભરાયા છે. નડિયાદના ચારેય ગરનાળામાં પાણી ભરાવાના કારણે નડિયાદ પૂર્વ અને પશ્ચિમમાં રહેતા લોકો અને વાહનો લઈને જતા નાગરિકોને મુશ્કેલી સામનો કરવો પડ્યો હતો. નડિયાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદી પાણીથી શ્રેયસ ગરનાળામાં કોલેજના વિદ્યાર્થીઓને લઈ જતી બસ અટવાઈ હતી. ગરનાળામાં પાણી ભરેલું હોવા છતાં ડ્રાઇવરે ગરનાળામાંથી બસ પસાર કરવાનું સાહસ કર્યુ હતું. જોકે પાણીની વચ્ચે બસ અટવાતા વિદ્યાર્થીઓ ફસાયા હતા. જે બાદ સ્થાનિક નાગરિકોએ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ  કર્યું હતું.


અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડાસા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. મોડાસાના ડીપ, ચારરસ્તા, માલપુરરોડ સહિત વિસ્તારમાં વરસાદ છે. ગ્રામ્ય પંથક સબલપુર,લાલપુર સહિતના પંથકમાં વરસાદ છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંકક પ્રસરી છે.



Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaoffic