Rain Gujarat:રાજ્યભરમાં મેઘમલ્હારની સ્થિતિ છે. હાલ મોટાભાગના દરેક જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી  કરી છે. નવસારી, વલસાડ, સુરત, કચ્છ, તાપી, નર્મદા, ભરૂચ,ડાંગમાં પણ ભારે વરસાદનો અનુમાન છે. સોરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ અતિ ભારે વરસાનો અનુમાન છે  રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં આજ અને આવતી કાલે ભારે વરસાદનો અનુમાન છે.


આગાહીને લઇને  પ્રશાસન સજ્જ  


અતિભારે વરસાદની આગાહીને લઇને  પ્રશાસન સજ્જ  બન્યું છે. NDRF, SDRFની ટીમને  એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ચાર દિવસના ભારે વરસાદના પગલે  જખૌથી દીવ સુખીના તમામ બંદરોએ દરિયો તોફાની બની શકે છે. 55 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ તેવી આગાહી વ્યકત કરતી છે. દરિયામાં 12થી 15 ફુટ ઉંચા મોજા ઉછળવાનો અનુમાન છે.


અમદાવાદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં આજ સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદમાં આજે પણ મધ્યમ વરસાદનો અનુમાન છે.


અત્યાર સુધીમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ


રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 15.01 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.કચ્છ જિલ્લામાં સૌથી વધુ 69.47 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં 20.93 ટકા  તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 21.73 ટકા વરસાદ વરસ્યો છે. આજે મળનાર કેબિનેટની બેઠકમાં વરસાદની આગાહી મુદ્દે અને બિપરજોય વાવાઝોડામાં બાગાયતી પાકમાં નુકસાની-સહાય સંદર્ભે ચર્ચા થશે


સવારના બે કલાકમાં રાજ્યના 48 તાલુકામાં વરસાદ 


8 વાગ્યા સુધીમાં સુરતના માંડવીમાં બે ઈંચ વરસાદ 


8 વાગ્યા સુધીમાં નવસારીના ચીખલીમાં પોણા બે ઈંચ વરસાદ 


8 વાગ્યા સુધીમાં નવસારીના ખેરગામમાં દોઢ ઈંચ વરસાદ 


8 વાગ્યા સુધીમાં વલસાડના ધરમપુરમાં સવા ઈંચ વરસાદ 


8 વાગ્યા સુધીમાં વલસાડ તાલુકામાં સવા ઈંચ વરસાદ 


8 વાગ્યા સુધીમાં નવસારીના વાંસદામાં એક ઈંચ વરસાદ 


8 વાગ્યા સુધીમાં વલસાડના પારડીમાં એક ઈંચ વરસાદ 


8 વાગ્યા સુધીમાં સુરત શહેરમાં એક ઈંચ વરસાદ 


8 વાગ્યા સુધીમાં સુરતના પલસાણામાં પોણો ઈંચ વરસાદ


બારડોલી, વાલોડમાં વરસ્યો પોણો પોણો ઈંચ વરસાદ 


ઉમરપાડા, કામરેજ, વઘઈમાં વરસ્યો પોણો પોણો ઈંચ વરસાદ 


ગણદેવી, કપરાડા, વ્યારામાં વરસ્યો પોણો પોણો ઈંચ વરસાદ 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial