Cyclone Biparjoy Effect: બિપરજૉય વાવાઝોડાએ લેન્ડફૉલ કરી લીધુ છે, ગુજરાતના દરિયા કાંઠે બિપરજૉયે જોરદાર તરખાટ મચાવી દીધો છે. IMDના ડિરેક્ટરે ગુરુવારે (15 જૂન) રાત્રે લગભગ 2 વાગ્યે જણાવ્યું હતું કે વાવાઝોડું બિપરજોય ઉત્તર પૂર્વ તરફ આગળ વધ્યું હતું અને ગુજરાતના જખૌ બંદર નજીકના પાકિસ્તાનના દરિયાકાંઠે સૌરાષ્ટ્ર-કચ્છને પાર કર્યું હતું. હવે બિપરજૉયે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે કરંટ સાથે તબાહી મચાવી છે.


વાવાઝોડું કચ્છ, સૌરાષ્ટ્ર પરથી પસાર થયું હતું. 6 કલાકમાં 13 કિ.મી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધ્યુ હતું. વાવાઝોડું જખૌ બંદરથી 40 કિ.મી ઉત્તર પૂર્વ તરફ ફંટાયું હતું. વાવાઝોડુ દક્ષિણ રાજસ્થાનમાં જઈ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શાંત પડશે. બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. વાવાઝોડા બાદ અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો.


આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી


હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. જે અનુસાર કચ્છ, દેવભૂમિ દ્વારકા, મોરબી અને જામનગરમાં આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન 41-61 કિમી પ્રતિ કલાકની ઝડપ (ઝાપટામાં) સંભવ છે.


આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગર્હ ગીર-સોમનાથ, અમરેલીમાં આગામી ત્રણ કલાકમાં મધ્યમ વરસાદ પડી શકે છે. આ દરમિયાન આ જિલ્લાઓમાં 40 kmph કરતાં ઓછી ઝડપે પવન ફૂંકાઈ શકે છે.


આગામી ત્રણ કલાકમાં મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભાવનગર, બોટાદ, આણંદ, ખેડા, ભરૂચ, સુરત, નર્મદા, મહિસાગર, પંચમહાલ, વડોદરા નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને દમણ દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 40 કિમી પ્રતિ કલાક કરતા ઓછી રહી શકે છે.



છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો


ભૂજમાં 6 ઈંચ, અંજારમાં પાંચ ઈંચ વરસાદ





મુન્દ્રામાં 5 ઈંચ, ખંભાળીયામાં 4 ઈંચ વરસાદ




જામજોધપુરમાં 4, દ્વારકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ


કલ્યાણપુર અને કાલાવડમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ


વાવમાં ત્રણ ઈંચ વરસાદ, કચ્છના માંડવીમાં અઢી ઈંચ વરસાદ


ભચાઉમાં અઢી ઈંચ, તો ભાવનગરમાં બે ઈંચ વરસાદ


નખત્રાણા અને થરાદમાં બે બે ઈંચ વરસાદ


જામનગર, લાલપુરમાં દોઢ દોઢ ઈંચ વરસાદ


ટંકારા, મોરબી અને ધ્રોલમાં દોઢ દોઢ ઈંચ વરસાદ


પડધરી, ખાંભામાં દોઢ દોઢ ઈંચ વરસાદ


જોડિયા, સુઈગામ, ઉપલેટામાં દોઢ દોઢ ઈંચ વરસાદ


માતર, રાધનપુર, કુતિયાણા, રાપરમાં સવા ઈંચ વરસાદ


લાખણી, ખેડા, સમીમાં એક એક ઈંચ વરસાદ


લોધિકા, રાણાવાવ, મહુધામાં એક એક ઈંચ વરસાદ


દિયોદર, પોરબંદર, ઈડર,માણાવદરમાં એક એક ઈંચ વરસાદ


ધારી, ઘોઘા, પાટણમાં એક એક ઈંચ વરસાદ


જાફરાબાદ, ધોરાજી,ભાભરમાં એક એક ઈંચ વરસાદ


માળીયા મિયાણા, પાલિતાણા, સિહોરમાં પોણો ઈંચ વરસાદ


સરસ્વતિ, ભેંસાણ, પેટલાદ, ધનસુખામાં પોણો ઈંચ વરસાદ


વિસાવદર, જોટાણા, વડનગર, ચાણસ્મામાં પોણો ઈંચ વરસાદ