Gujarat Rain Update: હવામાન વિભાગની આગાહી મુજબ આજે 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના 4, મધ્ય ગુજરાતના 3 અને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે વરસાદને લઇને ગુજરાતના ત્રણ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યુ છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથમાં પણ આજે ભારે વરસાદ વરસી શકે છે. પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, તાપી, નર્મદામાં ભારે વરસાદની શક્યતા છે.નવસારી, ડાંગ અને વલસાડ ઉપરાંત દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજકોટના લોધિકામાં સોથી વધું સવા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે.ગીર સોમનાથના પાટણ વેરાવળમાં પાંચ ઈંચ, જૂનાગઢના વંથલીમાં સાડા ચાર ઈંચ, જૂનાગઢના માણાવદરમાં સવા ચાર ઈંચ, જૂનાગઢના માળીયા હાટીનામાં ચાર ઈંચ, બનાસકાંઠાના ભાભોરમાં ચાર ઈંચ,ગીર સોમનાથના તાલાલામાં પોણા ચાર ઈંચ, જૂનાગઢના કેશોદમાં પોણા ચાર ઈંચ, જૂનાગઢના મેંદરડામાં પોણા ચાર ઈંચ, અમરેલીના લાઠીમાં પોણા ચાર ઈંચ, રાજકોટના ધોરાજીમાં સાડા ત્રણ ઈંચ, ભાણવડમાં સાડા ત્રણ ઈંચ, પોરબંદરના રાણાવાવમાં સવા ત્રણ ઈંચ,કલાકમાં ખેડાના મહેમદાવાદમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.
છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગરના ચોટીલામાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. અમરેલીના બગસરામાં પોણા ત્રણ ઈંચ, કચ્છના નખત્રાણામાં પોણા ત્રણ ઈંચ, કચ્છના અંજારમાં અઢી ઈંચ,પોરબંદર તાલુકામાં સવા બે ઈંચ, ખેડાના માતરમાં સવા બે ઈંચ, રાજકોટના જામકંડોરણામાં સવા બે ઈંચ, કચ્છના ગાંધીધામમાં સવા બે ઈંચ, ખેડા તાલુકામાં સવા બે ઈંચ, પોરબંદરના કુતિયાણામાં સવા બે ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે.
માંગરોળની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માંગરોળમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે.છેલ્લા 24 કલાકમાં કચ્છના અબડાસામાં બે ઈંચ વરસાદ પડ્યો છે. અમરેલીના કુકાવાવમાં બે ઈંચ,મહેસાણાના બેચરાજીમાં બે ઈંચ, જામનગરના જામજોધપુરમાં પોણા બે ઈંચ, આણંદના તારાપુરમાં પોણા બે ઈંચ, વડોદરાના પાદરામાં પોણા બે ઈંચ,કચ્છના ભચાઉમાં પોણા બે ઈંચ,પાટણના રાધનપુરમાં પોણા બે ઈંચ વરસાદ નોધાયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજકોટના ગોંડલમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો છે તો ગીર સોમનાથના કોડીનારમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. જામનગરના લાલપુરમાં દોઢ ઈંચ, ધ્રાંગધ્રા,માળીયા, મુળીમાં દોઢ ઈંચ,નડીયાદ, લખપતમાં દોઢ ઈંચ, જૂનાગઢ શહેર, તાલુકામાં દોઢ ઈંચ,રાપર, કલ્યાણપુર, ઓલપાડમાં સવા ઈંચ,જોડીયા, હારીજ, રાજકોટમાં સવા ઈંચ, વાસો, સુત્રાપાડા, સાયલામાં એક એક ઈંચ,દસાડા, સંખેશ્વર તાલુકામાં એક એક ઈંચ, સમી, દાંતા, દેહગામ, તળાજામાં એક એક ઈંચ, દિયોદર, જાફરાબાદ, ઉનામાં વરસ્યો એક એક ઈંચ વરસાદ વરસ્યો છે.