અમદાવાદમાં ગઇકાલે સાંજથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જતાં સમગ્ર અમદાવાદ પાણી-પાણી થઇ ગયું. પ્રહલાદનગર,બોપાલ વિસ્તારની અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઇ ગઇ....


અમદાવાદમાં ગઇકાલે સાંજથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જતાં સમગ્ર અમદાવાદ પાણી-પાણી થઇ ગયું. પ્રહલાદનગર,બોપાલ વિસ્તારની અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઇ ગઇ..અમદાવાદમાં ગઇ કાલ સાંજે મૂળધાર વરસાદ વરસતાં સાંજે ઓફિસથી દુકાનથી ઘરે જતાં લોકોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સવાર સુધી પણ પાણી ન ઓસરતાં સવારે પણ ઓફિસ જતાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે.


અમદાવાદમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તા સહિત અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાઇ ગયા હતા. રાત્રિ વરસતાં અવિરત વરસાદના કારણે બોપલની અનેક સોસાયટીઓ માં પાણી ભરાયાં છે. સતરલિંગ સિટી, ઇન્ડિયા કોલોની પાણીમાં ગરકાવ થઇ ગઇ છે. ઉપરાંત શ્યમવૃંદ ટેનામેંટ, આત્મજ્યોતી સોસાયટીમાં પાણી ઘૂસી ગયા છે. જલદીપ બંગલો, બિગડેડી ચાર રસ્તા પાણીમાં ગરકાવ થઇ ગઇ છે.


જીવરાજ પાર્ક અને વાસણામાં ઘરમાં ઘુસ્યા પાણી
 
મળતી માહિતી મુજબ વાસણા અને જીવરાજપાર્ક વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. જીવરાજ પાર્કમાં  મહિમા એપાર્ટમેન્ટ અને વાસણા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણા ઘરમા પાણી ઘુસી ગયા છે. લોકોની ઘરવખરી પાણીમાં ડૂબી ગઈ છે અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. 


દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદ તથા આગામી બે દિવસ હજુ ભારે વરસાદની આગાહીને પગલે મુખ્યમંત્રીએ તાબડતોબ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. ભારે વરસાદના પગલે મીઠાખળી અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર માટે અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો છે. મકરબા અંડરબ્રિજ, પરિમલ અંડરબ્રિજ, વેજલપુર અંડરબ્રિજ, વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ અંડરબ્રિજ પણ બંધ કરવામાં આવ્યા છે.


અમદાવાદ શહેર પાણી-પાણી થયું


ત્રણ કલાકના વરસાદમાં અમદાવાદ શહેર પાણી-પાણી થયું છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.  ગાજવીજ સાથે શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેના કારણે રવિવારની મજા માણવા માટે બહાર નીકળેલા અમદાવાદીઓ વરસાદમાં ભીંજાયા હતાં.  અનેક જગ્યાએ રોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના કારણે શહેરીજનો રસ્તા પર જ અટવાઈ ગયા હતાં.  શહેરમાં ત્રણ દિવસમાં સિઝનનો 30 ટકા વરસાદ વરસી ગયો છે.