અમરેલીઃ રાજ્યમાં ચાલુ વર્ષે મેઘરાજા વધારે મહેરબાન થયા છે અને અત્યાર સુધીમાં 140 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. આસો મહિનામાં પણ વરસાદ પડી રહ્યો છે. આજ સાંજે અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.




ધારીના ચલાલા-ગોપાલગ્રામ વચ્ચે ધોધમાર વરસાદથી રોડ પાણી પાણી થઈ ગયા હતા. ચલાલાના પરબડી, ગરમલી, મોરજર ગામમાં વરસાદ પડ્યો હતો. જ્યારે સાવરકુંડલાના નાના ભમોદ્રા, જીરા, ઓળિયા સહિત આસપાસના ગામમાં ધોધમાર વરસાદ ખાબકતાં ખેડૂતોના ઉભા મોલને નુકસાન જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.



હવામાન વિભાગ દ્વારા ચોવીસ કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવમાન વિભાગના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર, કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, અમરેલીમાં હળવો વરસાદ વરસી શકે છે.

દુર્ગા પૂજાના અવસર પર પતિએ ઢોલ વગાડતાં જ સાંસદ નૂસરત જહાં નાચી ઉઠી, જુઓ વીડિયો

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ, જાણો કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ

રોહિત શર્માનો ઘટસ્ફોટ, કહ્યું- બે વર્ષ પહેલા મને કહેવામાં આવ્યું હતું કે.....

દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીતના આ રહ્યા હીરો, જાણો વિગતે