ગીર સોમનાથ: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.  સૌરાષ્ટ્રમાં પણ વરસાદની ધમારેદાર એન્ટ્રી થઈ છે. ગીર સોમનાથના જિલ્લાના કોડીનારમાં વરસાદ વરસી રહ્યો છે. કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. અરણેજ, કાંટાળા, માલગામમાં વરસાદ વરસ્યો છે. બાવાના પીપળવા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે.  કોડીનારમાં વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે.  


ગીર સોમનાથના ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ  મેઘમહેર થઈ છે. ઉનાના દેલવાડા, કંસારી, લામધાર સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે. આ વરસાદથી સોયાબીન, મગફળી સહિતના પાકને ફાયદો થશે. જો કે, આકાશમાંથી પાણીરૂપે કાચું સોનું રૂપી વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે.   


આગામી 7 દિવસ વરસાદની આગાહી


ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સાઈક્લોનીક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગ દ્વારા  આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  આજે 21 ઓગસ્ટે  દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી,દમણ,  દાદરા નગર હવેલી,  અમરેલી,  ભાવનગર,  ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


જ્યારે કાલે એટલે કે  22 ઓગસ્ટના દિવસે  દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. 


જ્યારે 23 ઓગસ્ટ અને શુક્રવારે  નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 


જ્યારે 24 ઓગસ્ટ અને શનિવારના દિવસે  દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


25 ઓગસ્ટને રવિવારે રાજ્યમાં ખેડા, પંચમહાલ,  વડોદરા,  છોટાઉદેપુર,  નર્મદા,  ભરૂચ,  સુરત,  નવસારી,  વલસાડ,  તાપી,  દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી  કરવામાં આવી છે.  દાહોદ અને મહીસાગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. 


26 અને 27 ઓગસ્ટના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  તેમજ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  


વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી


રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર,  આગામી 23 થી 26 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે.  દક્ષિણ ગુજરાત અને સુરતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. 


ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં 8થી 10 ઈંચ  વરસાદની શક્યતાને લઈ પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.  પંચમહાલ,સાબરકાંઠા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અતિભારે વરસાદથી જળાશયો અને બંધોમાં પાણીમાં આવક વધશે અને પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે.  21થી 23 ઓગસ્ટ વચ્ચે સૌરાષ્ટ્રમાં હળવાથી લઈ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.