કચ્છ: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. પૂર્વ કચ્છના ભચાઉ, રાપર સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. પશ્ચિમ કચ્છના મોથારા, મમુઆરા, પધ્ધર, કુકમા સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. આજે ભારે બફારા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો.
ક્યાંક ધીમીધારે વરસાદ અને ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ બાદ લોકોને ગરમીથી રાહત મળી છે. ભુજ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભુજ શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ગરમી અને બફારા બાદ લોકોને રાહત મળી છે.
ગાંધીધામ, અંજારમા વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. મોડી સાંજના વરસાદી વાતાવરણમાં લોકોને ગરમીથી રાહત મળી છે.
ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ
રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી મેઘરાજા મહેરબાન થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદ ઉપરાંત દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા, આણંદ, ભાવનગર, અમરેલીમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે વરસાદ થઈ શકે છે. રાજ્યના અન્ય 16 જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 26 અને 27 તારીખે વરસાદનું જોર ઘટી શકે છે પરંતુ 28 જૂનથી ફરી વરસાદ વધશે. ગુજરાતના પૂર્વ અને દક્ષિણમાં વરસાદનું જોર વધવાનું અનુમાન છે. જો 26થી 27 તારીખ સુધી વરસારનું જોર ઘટ્યાં બાદ ફરી 29 અન 30 જૂનથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધશે. 30 જૂન બાદ સૌરાષ્ટ્રના સમગ્ર વિસ્તારમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. 2 જુલાઇ સુધીમાં ચોમાસુ આખા રાજ્યને આવરી લેશે, જેના કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાત સહિતના વિસ્તારમાં સારો વરસાદ વરસે તેવું અનુમાન છે.
છેલ્લા થોડા દિવસથી ગુજરાતના નવસારીમાં થંભી ગયેલું ચોમાસું હવે ગતિશીલ (Gujarat monsoon) બન્યું છે. ચોમાસુ ફરી સક્રિય બનતા હવે નવસારીથી આગળ વધીને ગીર સોમનાથ, અમરેલી, તાપી સુરત ભરૂચ તરફ આગળ વધી ગયું છે, જેની અસરથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.