નવસારી: નવસારી જિલ્લામાં મેઘરાજા વહેલી સવારથી જ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. નવસારીના ગણદેવીમાં બે કલાકમાં સવા બે ઈંચ, નવસારી શહેરમાં  દોઢ ઈંચ અને ચીખલીમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે.  ભારે વરસાદના કારણે જલાલપોર તાલુકામાં આવેલ ખરસાળ ગામમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા ગામનો રસ્તો બંધ થયો છે. વીરાવળમાં આવેલા એપીએમસીના ગેટ પાસે પાણી ભરાયા છે. જેના કારણે માર્કેટ યાર્ડમાં જતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ડ્રેનેજના અભાવે પાણી નિકાલની સમસ્યા છે. દર વરસાદે પાણી ભરાય છે અને વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડે છે.


આજે વહેલી સવારથી જ નવસારી જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. નવસારી શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા  થઈ છે.  


નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલ ખરસાળ ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  ગામના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા છે. પાણી ભરાતા ગામનો રસ્તો બંધ થયો છે. ખરસાળ ગામ બેટમાં ફેરવાયુ છે.  ખરસાળ ગામમાં જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 


ગુજરાતના (Gujarat)ના છ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશમાં આજે  ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ  વરસી શકે છે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી  છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ (yellow aler) .તો દીવમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે (Meteorological Department) આગાહી વ્યક્ત કરી છે.  


શુક્રવારે રાજ્યના 128 તાલુકામાં વરસાદ નોંધાયો


શુક્રવારે રાજ્યના 128 તાલુકામાં વરસાદ નોંધાયો છે.  નવસારીના ગણદેવીમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.  ચીખલી, વ્યારા અને વલ્લભીપુરમાં અઢી ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં રાજ્યમાં 26.32 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 36.29, તો કચ્છમાં 34.91 ટકા વરસાદ વરસ્યો છે.


દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 28.66 ટકા વરસાદ વરસ્યો છે.   ઉત્તર ગુજરાતમાં 18.13 અને મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 16.96 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે.