Gujarat Rain update:રાજ્યના ત્રણ ઝોનમાં આજે ભારેથી અતિભારે (heavy rain) વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ,અમરેલી અને ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ (orange alert) જાહેર કરવામાં આવ્યું છે.. તો દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તો બીજી તરફ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ એ જિલ્લા માટે જાહેર કરવામાં આવે છે.. જ્યાં સાડા ચાર ઈંચથી આઠ ઈંચ સુધીનો વરસાદ વરસવાની સંભાવના છે.. તો રાજકોટ અને જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ,નર્મદા, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હાલ રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહયો છે પરંતુ ગુજરાતના અનેક જિલ્લામાં હજુ પણ કારોધાકોળ છે. હવામાન વિભાગે 16 જુલાઇ બાદ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં નોંધાયો વરસાદ
- નવસારીના વાંસદામાં સવા છ ઈંચ વરસાદ
- નવસારીના ગણદેવીમાં સવા છ ઈંચ વરસાદ
- વલસાડ તાલુકામાં વરસ્યો છ ઈંચ વરસાદ
- નવસારીના ખેરગામમાં પોણા છ ઈંચ વરસાદ
- વલસાડના કપરાડામાં સાડા ચાર ઈંચ વરસાદ
- વલસાડના ઉમરગામમાં સાડા ચાર ઈંચ વરસાદ
- નવસારીના ચીખલીમાં સવા ચાર ઈંચ વરસાદ
- વલસાડના પારડીમાં ચાર ઈંચ વરસાદ વરસાદ
- વલસાડના વાપીમાં પોણા ચાર ઈંચ વરસાદ
- વલસાડના ધરમપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- સુરતના ઉમરપાડામાં ત્રણ ઈંચ વરસાદ
- ભરૂચના વાલીયામાં અઢી ઈંચ વરસાદ
- તાપીના ઉચ્છલમાં અઢી ઈંચ વરસાદ
- નર્મદાના સાગબારામાં અઢી ઈંચ વરસાદ
- ડાંગના વઘઈમાં અઢી ઈંચ વરસાદ
- નવસારીના જલાલપોરમાં પોણા બે ઈંચ વરસાદ
- ડાંગના આહવામાં પોણા બે ઈંચ વરસાદ
- તાપીના ડોલવણમાં દોઢ ઈંચ વરસાદ
- સુરતના માંગરોળમાં દોઢ ઈંચ વરસાદ
- નર્મદાના નાંદોદમાં દોઢ ઈંચ વરસાદ
- નર્મદાના ડેડીયાપાડામાં સવા ઈંચ વરસાદ
- તાપીના નિઝરમાં સવા ઈંચ વરસાદ
- નર્મદાના તિલકવાડામાં સવા ઈંચ વરસાદ
- સુરતના માંડવીમાં સવા ઈંચ વરસાદ
- સોનગઢ, કુકરમુંડામાં એક એક ઈંચ વરસાદ
- દાહોદના ઝાલોદમાં એક ઈંચ વરસાદ
- સુરતના મહુવા, ભરૂચના નેત્રંગમાં પોણો પોણો ઈંચ વરસાદ
રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 29.17 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 37.61 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 35.02 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 34.91 ટકા વરસાદ વરસ્યો છે. મ ધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 18.95 ટકા વરસાદ વરસ્યો છે તો ઉતર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 18.50 ટકા વરસાદ વરસ્યો છે.